Western Times News

Gujarati News

મોરબીના વાવડી રોડના મકાનમાં જુગાર ખેલતા છ શખ્સો ઝડપાયા

મોરબી, મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વાવડી રોડ ઉપરના ધર્મનગરમાં એક રહેણાંક મકાનમાં રેડ કરી મકાનમાં જુગાર રમી રહેલા છ શખ્સોની રૂા.૭૯,૩૦૦ સાથે તમામની ધરપકડ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ધર્મનગરમાં રહેતા દિનેશ કાનજીભાઇ વ્યાસ તરગાળા (ઉમર ૫૮, ધંધો નિવૃત) ના મકાનમાં જુગટુ ચાલી રહ્યું છે.

જેથી પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દિનેશ કાનજીભાઈ વ્યાસ મકાન નંબર ૫૭ વાવડી રોડ મુળ રહે.મોડપર ભાવેશ ઉર્ફે વિજયભાઈ પ્રવીણભાઈ સીતાપરા બ્રાહ્મણ (ઉ.વ.૫૦) ધંધો નિવૃત રહે.પાવનપાર્ક સોસીયટીના ખુણા ઉપર સામાકાંઠે જયંતીલાલ રામજીભાઈ કાવર પટેલ (ઉ.વ.૪૯) ધંધો નિવૃત રહે. કુબેરનગર શેરી નંબર ૩ મુળ રહે.નાના ભેલા વાલજીભાઈ ડાયાભાઈ રાજપરા પટેલ (ઉ.વ.૭૦) ધંધો નિવૃત રહે.ઉમા રેસીડન્સી બ્લોક નંબર ૩૮ મહેદ્રનગર ચોકડી પાસે અમૃતભાઈ કુંવરજીભાઈ જગોદરા પટેલ (ઉ.વ.૫૪) ધંધો વેપાર રહે. ગાયત્રીનગર શેરી નંબર ૬ વાવડી રોડ મગનભાઈ માવજીભાઈ ભાડજા પટેલ (ઉ.વ.૫૮) ધંધો ખેતી રહે.વૈભવલક્ષ્?મી સોસાયટી એકતા એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩ રવાપર રોડ જુગાર રમતા મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૭૯,૩૦૦ સાથે છએય પતાપ્રેમીઓની જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.