સાંસદે મંચ ઉપર આવેલા પહેલવાનને લાફો ઝિંક્યો
રાંચી, કુશ્તી ચેમ્પિયનશિપમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા ભાજપ સાંસદે મંચ પરથી પોતાના બાહુબળનુ પ્રદર્શન કર્યુ હતુ અને એક પહેલવાનને લાફા મારી દીધા હતા.
આ ઘટના રાંચીમાં બની હતી.જેમાં ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ તેમજ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને અન્ડર ૧૫ નેશનલ કુશ્તી ચેમ્પિયનશિપમાં અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા.આ દરમિયાન યુપીનો એક પહેલવાન પોતાને ખોટી રીતે ડિસ્કવોલીફાય કરવામાં આવ્યો છે તેવુ કહેવા માટે સ્ટેજ પર ચઢી ગયો હતો .થોડી મિનિટો બાદ બ્રિજભૂષણ શરણ સિંહે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને પહેલવાનને લાફા મારી દીધા હતા. જેનો યુપી સહિત બીજા રાજ્યોના ખેલાડીઓએ ભારે વિરોધ કર્યો હતો અને ઝારખંડ કુશ્તી સંઘના અધ્યક્ષે વચ્ચે પડીને મામલો શાંત કર્યો હતો.
સ્પર્ધામાં યુપીના એક પહેલવાનની વય ૧૫ વર્ષ કરતા વધારે હોવાનુ આયોજકોને જાણવા મળ્યુ હતુ અને તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવાયો હતો.તેની સામે પહેલવાને વાંધો ઉઠાવ્યો હતો .આમ છતા આયોજકોએ તેનો દાવો ફગાવી દીધા બાદ તે સ્ટેજ પર ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ તેમજ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો.જાેકે તેની રજૂઆત સાંભળીને ભાજપના સાંસદ નારાજ થયા હતા અને પહેલવાનને લાફા મારી દીધા હતા. આ ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહયો છે અને સાંસદની ટીકા પણ થઈ રહી છે.SSS