રાજ્યની ૮૬૮૪ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી
ગાંધીનગર, રાજ્યની ૮ હજાર ૬૮૪ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આવતીકાલે સવારે ૭થી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. સરપંચની ચૂંટણી માટે ૨૭ હજાર ૨૦૦ ઉમેદવારો વોર્ડના સભ્યોની ચૂંટણી માટે ૧ લાખ ૧૯ હજાર ૯૯૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ ૧ કરોડ ૮૨ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ ચૂંટણી માટે ૨૩ હજાર ૯૭ મતદાન મથકો પૈકી ૬ હજાર ૬૫૬ મતદાન મથકો સંવેદનશીલ, ૩ હજાર ૭૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયામાં ૧ લાખ ૯૪ હજાર ૫૮૬ જેટલા અધિકારી ફરજ પર રહેશે. આજે ચૂંટણીને લગતું સાહિત્ય, મતકુટીર, મતદાન પેટી, બેલેટ પેપર વગેરેનું વિતરણ કરવામાં આવશે. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ આજે જ વિવિધ સામગ્ર સાથે મતદાન મથકો પર પહોંચી જશે.
દરમિયાનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે મતગણતરી જિલ્લાના વિવિધ મતગણતરી કેન્દ્રો ખાતે તા ૨૧-૧૨-૨૦૨૧ના રોજ યોજાનાર છે.
આ મતગણતરી મથકોના સ્થળની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમા મતગણતરી સરળ અને શાંતીથી થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી. ઝાલાએ એક હુકમ દ્વારા મતગણતરી સ્થળ તથા સીકયુરીટી કોર્ડન કરેલ વિસ્તાર્રા સેલયુલર ફોન, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમના જણાવ્યા પ્રમાણે મત ગણતરી સ્થળની અંદર કે કમ્પાઉન્ડમાં મતગણતરી મથકની ચારેય બાજુ વિસ્તારમાં કોઈપણ વ્યકિત વાહનો લઈ જઈ શકશે નહી. અથવા પાર્ક કરી શકશે નહી મત ગણતરી મથકની અંદર કમ્પાઉન્ડમાં કોઈપણ વયકિત બાકસ, લાઈટર અને અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસતુઓ લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.
મત ગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારો તથા રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રીત થઈ શકશે નહી અને વિજય સરઘસ દરમીયાન જાહેર રોડ ઉપર ફટાકડા પર પ્રતિબંધ રહેશે તેમજ મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ઉપર કોવીડ-૧૯ સંક્રમણ નિયંત્રણ અર્થે બહાર પાડવામા આવેલ માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
વધુમાં જણાવ્યા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાના ઈનચાર્જ અધિકારીઓ અને મતગણતરી મથક નજીક ફરજ ઉપર મુકેલ સુરક્ષા અધિકારી તેમજ સુરક્ષા કર્મચારીઓ તેમની વિધિસર ફરજાે બજાવવા દરમ્યાન-સેલ્યુલર-મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશા વ્યવહારના સાધનોના ઉપયોગ કરી શકાશે આ જ પ્રમાણે ભારતના ચૂંટણીપંચે નિમેલ નિરીક્ષકો અને ચુંટણી ફરજાે પરના પોલીસ અધિકારીશ્રીઓ સહીતના મતગણતરીની ફરજાેનો હવાલો ધરાવતા અધિકારીની તેમની વિધિસરની ફરજાે દરમિયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. આ હુકમ મતગણતરી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.SSS