Western Times News

Gujarati News

સુરત ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૩૯૧ સરપંચ અને ૨૫૩૯ વોર્ડ સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ થશે

સુરત, સુરત જિલ્લાના નવ તાલુકામાં ૪૦૭ ગ્રામ પંચાયતની આવતીકાલે ચૂંટણી યોજાશે..આ ચૂંટણીમાં ૩૯૧ સરપંચ અને ૨ હજાર ૫૩૯ વોર્ડ સભ્યોના ભાવિનો ફેંસલો થશે. જિલ્લામાં ૯૪૯ મતદાન મથક પર ૧ હજાર ૯૧૫ મતપેટીમાં ઉમેદવારોનું ભાવી સીલ થશે..સરપંચ અને વોર્ડ સભ્યોની પસંદગી માટે ૮ લાખ ૩૨૨ મતદારો ચૂંટણીમાં મતદાન કરશે. જેમાં ૩ લાખ ૯૪ હજાર ૨૦૫ મહિલા મતદારો અને ૪ લાખ ૬ હજાર ૧૧૦ પુરુષ મતદારો નોંધાયા છે.

સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, પલસાણા,બારડોલી, મહુવા, માંડવી,માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણી થશે.ગ્રામ પંચાતની ચૂંટણી માટે ૧૦૨ ચૂંટણી અધિકારી,૧૦૨ મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ ૫ હજાર ૧૭૨ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. સાથે જ ૧ હજાર ૬૫૭ પોલીસ જવોનો ફરજ પર તૈનાત રહેશે.મંગળવારે તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.રવિવારે સુરત જિલ્લા પંચાયતની ૪૦૯ ગ્રામ પંચાયતની યોજાનારી ચૂંટણી માટે જિલ્લા કલેકટર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

ચૂંટણીમાં ફરજ બજાવનારા પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇને સ્ટાફ મીટીંગના બે તબક્કા પણ પૂર્ણ થઇ ગયા છે. અને ટીમ પણ ફાઇનલ કરી દેવાઇ છે. આગામી ૧૮ મી ડિસેમ્બરને રવિવારના રોજ ૪૦૭ ગ્રામ પંચાયતના ૩૯૧ સરપંચ અને ૨૫૩૯ વોર્ડના સભ્યોની ચૂંટણી થનાર છે.

જેમાં ૯૪ અતિ સંવેદનશીલ મતદાન મથકમાં માંગરોળમાં સૌથી વધુ ૪૧ અને ઓલપાડમાં ૩૦ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જયારે ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા તાલુકામાં એક પણ મતદાન મથક અતિસંવેદનશીલની યાદીમાં નથી. જયારે ૨૬૭ સંવેદનશીલ મતદાન મથકો છે.

આ ચૂંટણી બેલેટ પેપર થી થશે. જેમાં ૯.૧૩ લાખ મતદારો માટે ૯૪૯ મતદાન મથકો પર મતદાન કરી શકશે. આ માટે ૧૦૨ ચૂંટણી અધિકારી, ૧૦૨ મદદનીશ ચુંટણી અધિકારી, ૬૩૦૦ જેટલા પોલીગ સ્ટાફ અને ૨૦૦૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

સુરતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી ઃ કુલ ગ્રામ પંચાયત- ૪૦૯,સરપંચની બેઠક -૩૯૧,વોર્ડના સભ્યોની બેઠક- ૨૫૩૯,પુરુષ મતદારો- ૪૬૬૩૧૯૭,સ્ત્રી મતદારો- ૪૫૦૨૮૮,અન્ય- ૦૯,કુલ મતદારો- ૯૧૩૪૯૪,મતદાન મથકો- ૯૪૯,અતિ સંવેદનશીલ- ૯૪,સંવેદનશીલ- ૨૬૭,ચૂંટણી સ્ટાફ- ૬૫૦૦,પોલીસ સ્ટાફ- ૨૦૦૦.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.