Western Times News

Gujarati News

ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, ૧૧ની ધરપકડ

Files Photo

અમદાવાદ, ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દેવ-દેવીના ફોટા, ધાર્મિક યંત્રને દર્શાવવા આધારિત ચાલતા જુગારધામ પર ઝોન-૫ એલસીબી સ્ક્વોડે દરોડા પાડીને કુલ ૧૧ ખેલીની ધરપકડ કરી છે. દેવ-દેવીના ફોટા, શ્રી યંત્રો પર જુગાર રમાડવાની નવી વિચિત્ર મોડેસ ઓપરેન્ડી જોવા મળી છે.

ગોમતીપુરમાં બંધ માર્સડન મિલની જગ્યામાં આ જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી ઝોન-૫ એલસીબી સ્ક્વોડના પીએસઆઈ દીપક કુમાવત મળી હતી.

પોલીસે દરોડા પાડતા જ નાસભાગ મચી હતી. સ્ક્વોડે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી કફીલ અહેમદ શેખ સહિત ૧૧ લોકોની ધરપકડ કરી હતી. ઓનલાઈન યંત્રો વેચવાની જાહેરાત કરીને રૂ.૧૧ની બદલામાં દસ ગણા રૂપિયા આપવાની લાલચ આપીને હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો.

જુગારધામમાં કોમ્પ્યુટર મૂકવા આવ્યું હતું જેમાં ભગવાનના ફોટા હતા. રમવા આવેલા લોકોએ કોઈપણ એક ભગવાનના ફોટા પર રૂ.૧૧નું ટોકન લેવાનું હોય છે. જે વ્યક્તિએ ટોકન લીધું હોય અને જીતી જાય તો તેના બદલામાં રૂ. ૧૦૦નો ચાંદીનો સિક્કો અથવા તો ભગવાનનો ફોટો આપવાનો હોય છે.

જોકે, ખેલીઓને રોકડા રૂપિયા અપાતા હતા. ઝોન-૫ એલસીબી સ્ક્વોડના પીએસઆઈ સહિત પાંચ જવાનોની ટીમે દરોડા પાડ્યા તે સમયે ખેલીઓ અને જુગારધામના માલિકો ભાગ્યા હતા. પીએસઆઈએ મોટાભાગના આરોપીને દબોચી લીધા હતા પરંતુ તે દરમિયાન તેમને સામાન્ય ઇજા પણ થઇ હતી.

કોમ્પ્યુટરમાં દેવ-દેવીના ફોટા હોય છે. રૂ. ૧૧નું ટોકન લઈને ફોટા સિલેક્ટ કરવાના હોય છે. કોઈપણ વ્યક્તિ જીતી જાય તો તેને રૂ. ૧૦૦નો ભગવાનનો ફોટો અથવા તો બીજી કોઈપણ ધાર્મિક ચીજવસ્તુ આપવાની હોય છે. પરંતુ લોકો તેની આડમાં હારજીતનો જુગાર રમાડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.