Western Times News

Gujarati News

સુરતની હોસ્પિટલોએ પણ મહામારીમાં દર્દીઓને લૂંટ્યા, ૧૦ દર્દીને નાણાં પરત ચૂકવવાનો આદેશ

Files Photo

સુરત, કોરોનાકાળમાં અનેક હોસ્પિટલોએ દર્દીઓને બેફામ રીતે લૂંટ્યા છે. વડોદરા બાદ સુરતની ખાનગી હોસ્પિટલે કોરોનામાં દર્દીઓને લૂટ્યા હોવાનો ખુલાસો થયો છે. કોરોનાકાળમાં સુરતની હૉસ્પિટલોએ દર્દીઓ પાસેથી વધુ નાણા ખંખેર્યા હોવાના આરોપ ઉઠ્‌યો હતો. આ સમગ્ર મામલે સુરત પાલિકા કમિટીએ આદેશ આપ્યો કે, ૫ હૉસ્પિટલોને ૧૦ દર્દીને ૭.૧૯ લાખ ચૂકવવામાં આવે. જાે ૭ દિવસમાં નાણાં નહિ ચૂકવે તો કાર્યવાહી કરાશે.

કોરોનામાં ખાનગી હૉસ્પિટલમં લૂંટનો ભોગ બનેલા દર્દીઓની સતત ફરિયાદો ઉઠી રહી છે. આ દર્દીઓની ફરિયાદો સાંભળવા બનેલી પાલિકાની કમિટીની બેઠકમાં ર્નિણય લેવાયો હતો. જેમાં અઠવાગેટની એક જ હૉસ્પિટલે બે દર્દી પાસેથી ૪.૩૮ લાખ વધુ પડાવ્યા હતા.

આ કેસમાં બંને ભોગ બનનારને કોર્ટમાં જવાનું માર્ગદર્શન આપ્યું હતું. જેમાં સુરતની ખાનગી હૉસ્પિટલોએ કોરોનામાં લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો હતો. હોસ્પિટલોએ વધારે નાણાં પડાવ્યા હોવાની અનેક ફરિયાદો મળી રહી છે.

સુરતમાં ૫ હૉસ્પિટલોને ૧૦ દર્દીને ૭.૧૯ લાખ ચૂકવવામાં આવે અને જાે ૭ દિવસમાં નાણાં નહિ ચૂકવે તો કાર્યવાહી કરાશે તેવો આદેશ કરાયો છે. ત્યારે કમિટિ દ્વારા દર્દીઓને તેમના રૂપિયા ચૂકવવા આદેશ કરાયો છે. કમિટિએ જે ૧૦ કેસમાં ૫ હોસ્પિટલને ૭.૧૯ લાખ ચૂકવવા સૂચના આપી છે તેમાં સૌથી વધુ ૪.૩૮ લાખ માટે એક જ હોસ્પિટલને કહેવાયું છે. અઠવાગેટની આ હોસ્પિટલમાં એક કેસમાં ૨.૬૩ લાખ અને બીજા કેસમાં ૧.૭૮ લાખ ચૂકવવા સૂચના અપાઈ છે.

મહત્વનું છે કે, સુરત પહેલાં વડોદરાની સ્ટર્લિંગ હૉસ્પિટલ સામે પણ સવાલો ઉઠ્‌યા હતા. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે કોરોનામાં વધુ નાણા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે સુરતની હૉસ્પિટલ પણ આ છેતરપિંડીની કાંડમાં સામે આવતા ચકચાર મચી ગઈ છે.

બીજી તરફ, સુરતમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. આ વખતે સુરતમાં બાળકોમાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. સુરતમાં આજે ધોરણ ૧માં અભ્યાસ કરતા બે બાળકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ડુમસ સ્થિત ડ્ઢઁજી સ્કૂલના બે વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બંને બાળકો વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના છે. બંને ભાઈ-બહેન છે. જેથી ૭ દિવસ માટે ડ્ઢઁજી સ્કૂલનો વર્ગ બંધ કરાયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.