Western Times News

Gujarati News

પરિવારમાં કોરોનાના લક્ષણ હોય તો બાળકને સ્કૂલે ન મોકલવા આદેશ

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. તેવામાં ઓમિક્રોનના વધતા જતાં કેસોએ પણ ચિંતા વધારી દીધી છે. આ ઉપરાંત કેટલીક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પરિવાર કે ઘરમાં કોરોનાના લક્ષણ હોય તો બાળકને સ્કૂલ ન મોકલવા આદેશ કરવામાં આવ્યો છે.

તેમજ સ્કૂલોને ઓફલાઈન શિક્ષણ સાથે ઓનલાઈન શિક્ષણ પણ ફરજિયાત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં સ્કૂલોમાં આવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ વેક્સીનના બંને ડોઝ લેવાય તે સુનિશ્ચિત કરવા માટે પણ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જે તે સમયે શિક્ષણ વિભાગમાં દ્વારા કોરોનાના કારણે સ્કૂલોને બંધ રાખવા માટે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડી રાજ્યની શાળાઓમાં ધોરણ- ૧૦ અને ૧૨ના વર્ગો માટે પ્રત્યક્ષ શિક્ષણ પુનઃ શરૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

જાે કે, હાલની સ્થિતિને જાેતા શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં સતર્કતા રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં કોરોનાના કેસો સ્કૂલોમાં વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ સહિતના શહેરો અને અનેક જિલ્લાઓની સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ જાેવા મળ્યું છે.

અમદાવાદમાં પણ નિરમા સ્કૂલમાં એક સાથે ૩ વિદ્યાર્થીઓમાં કોરોનાની પુષ્ટિ થતાં અન્ય વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોના કેસ ઓછા થયા પછી દિવાળી બાદથી જ સ્કૂલો રાબેતા મુજબ ખૂલી ગઈ છે. જાેકે હવે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કોરોનાના રાક્ષસી પંજામાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં પખવાડિયામાં જુદા જુદા શહેરોમાં સ્કૂલે જતા ૧૮ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેને લઈને હવે વાલીઓમાં પણ તેમના સંતાનોને સ્કૂલે મોકલવા બાબતે ચિંતા વધી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.