ગુજરાતને નશા મુક્ત રાખવા રાજ્ય સરકાર કટિબદ્ધ – મુખ્યમંત્રી

‘વ્યસન મુક્ત ગુજરાત, વ્યસન મુક્ત ભારત’ ના ધ્યેય સાથે રાષ્ટ્ર સેવામાં જોડાવા યુવાનોને મુખ્યમંત્રીશ્રીનું આહવાન…
ગોદરેજ ગાર્ડન સિટી યુથ કલબ દ્વારા ‘Say no, to drugs’ અવેરનેસ વોકેથોન યોજાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે આપણો દેશ વિશ્વનો સૌથી યુવા દેશ છે.યુવાનો રાષ્ટ્રની ધરોહર છે ત્યારે આ યુવાનો નશાના પગલે બરબાદ ન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે. ‘વ્યસન મુક્ત ગુજરાત, વ્યસન મુક્ત ભારત’ ના ધ્યેય મંત્ર સાથે યુવાનો રાષ્ટ્ર સેવામાં જોડાય તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું….
મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ ખાતે ગોદરેજ ગાર્ડન સિટી યુથ કલબ દ્વારા ‘say no, to drugs’ થીમ પર યોજાયેલી અવેરનેસ વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નશાના કારણે બરબાદ થતા યુવાધનને બચાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.. ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી drugsને રાજ્યના ખૂણે ખૂણેથી બહાર કાઢવા માટે પરિણામ લક્ષી કામગીરી કરી રહી છે, એટલું જ નહીં ડ્રગ્સ પેડલરના નેટવર્ક પર પણ નાબૂદ કરી રહી છે..
તે જ પુરવાર કરે છે કે રાજ્ય સરકાર આ મુદ્દે કટિબદ્ધ છે. શિયાળાની આ ઋતુમાં સ્વાસ્થ્ય જાળવણી ના હેતુ સાથે યોજાયેલી વોકેથોનને બિરદાવતા મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે દેશની યુવા શક્તિને યોગ્ય માર્ગે વાળવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સંકલ્પ બદ્ધ છે તેમના આ સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસ કરવા જરૂરી છે..
ગુજરાત ગાર્ડન સિટી યુથ ક્લબ દ્વારા યોજાયેલ આ અભિયાનને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યું હતું.. નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબધ્ઘ રાજ્ય સરકારની કામગીરીનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સ કે નશાની કોઈપણ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવામાં આવે.. આ પ્રસંગે વ્યસન મુક્તિ ના બેનરો સાથે રેલી સમગ્ર ગાર્ડન સિટી માં ફરી હતી
આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, યુવા અગ્રણી શ્રી ઋત્વિજ પટેલ, સંયુક્ત પોલીસ કમિશનર પ્રશાંત કોરાટ, ગોદરેજ ગાર્ડન સિટીના ચેરમેન શ્રી ભરત પટેલ, હોદ્દેદારો, યુવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…