Western Times News

Gujarati News

સાવરકુંડલા-અમરેલી હાઈવે પર અકસ્માતમાં ૩નાં મોત

પ્રતિકાત્મક

અમરેલી, રવિવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદાન કરવા માટે શહેરોમાં વસતા લોકો પણ પોત-પોતાના ગામેડામાં આવ્યા હતા. ત્યારે મતદાન કરીને પરત પણ ફર્યા હતા. જાેકે, અમરેલી જિલ્લામાં એક કરુણ ઘટા બની હતી. અહીં એક પરિવાર મતદાન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. અને ગમખ્વાર અકસ્માતમાં પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રોના મોત નીપજ્યા હતા.

જ્યારે ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટના બાદ લોકોના ટોળા એકઠાં થયા હતા. દર્દનાક ઘટનાની અંગે વાત કરીએ તો રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા પરિવારને સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઇવે ઉપર સીમરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકો ૩૯ વર્ષના ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર, ૩૩ વર્ષના કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર તેમજ ૫૫ વર્ષીય ભાગુબહેન મનુભાઈ ગુર્જરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જરને નાનામોટી ઇજાઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા.

સમગ્ર ઘટનામાં પતિની નજર સમક્ષ પત્ની અને ૨ પુત્રનાં કરુણ મોત થયા છે, જેને પગલે પંથકમાં ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી હતી. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ૨ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.

ડીસાના બુરાલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં યુવક જ્યારે ગોઢા પાસે ટ્રેકટર નીચે કચડાતાં બાઈક ચાલક સહિત બે યુવકોના મોત થયા હતા. ડીસા તાલુકાના બુરાલ ગામ પાસે પીરસિંગ સોલંકી અને તેમના મિત્ર દીપસિંગ સોલંકી ખેતરની વાડ પાસે બેઠા હતા, તે સમયે ભચારવા ગામ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી કારને જાેઈ બંને ભાગવા જતા પીરસિંગને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પીરસિંગને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ સિવાય ડીસા થરાદ રોડ પર પ્લાસ્ટિકની પાઈપો ભરીને ટ્રેકટર ગોઢા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક પાઇપો ભરેલી હોવાથી ટ્રોલી ઉથલી જતા ટ્રેકટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાજુમાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો.

અડફેટે આવી જતા બાઇક ચાલક ટ્રેકટર નીચે ૫૦ ફૂટ સુધી ઘસડાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક લાખાભાઈ રબારીને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લાખાભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થતા ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.