કર્ણાટકમાં શિવાજી મહારાજની પ્રતિમા તોડ્યા બાદ સ્વાતંત્ર્ય સેનાની રાયન્નાની મૂર્તિની તોડફોડ કરવામાં આવી
બેગ્લુરૂ, કર્ણાટકના બેંગલુરુમાં શિવાજી મહારાજની પ્રતિમાને તોડફોડ કરવામાં આવ્યા બાદ અસમાજિક તત્વો દ્વારા બેલાગવીમાં સ્વાતંત્ર્ય સેનાની સંગોલી રાયન્નાની પ્રતિમાની તોડફોડની ઘટના સામે આવી છે.
શુક્રવારની રાતની આ ઘટનાઓ અંગે, રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું કે તેમણે ગૃહ પ્રધાન અર્ગ જ્ઞાનેન્દ્રને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ મામલાઓમાં ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કર્ણાટક વિધાનસભાનું શિયાળુ સત્ર બેલાગવીમાં ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પોલીસે શનિવારે બે અપ્રિય ઘટનાઓ બાદ અહીં કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી. હુબલીમાં મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રીએ કહ્યું, “પથ્થરમારો, જાહેર સંપત્તિ અને સરકારી વાહનોને નુકસાન જેવી ઘટનાઓ ગેરકાયદેસર છે, તેથી પોલીસને કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે છે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.”
રાષ્ટ્રીય નાયકો અને દેશભક્ત નેતાઓની પ્રતિમાઓને તોડફોડ કરવાના વલણને ખોટું ગણાવતા બોમાઈએ કહ્યું કે આવા નેતાઓ દરેક સમુદાયના છે અને તેમનું સન્માન કરવું જાેઈએ. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે, ત્યારે આ ઘટનાના સમય સહિતના ઘણા પાસાઓની તપાસ કરવામાં આવશે.”HS