Western Times News

Gujarati News

કોરોનાનાં નવા વેરિઅન્ટનો કહેર એટલો વધી ગયો છે કે નેધરલેન્ડમાં લોકડાઉન લાગુ કરાયું

એમ્સ્ટર્ડમ, છેલ્લા ત્રણ અઠવાડિયામાં, કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર દુનિયાને કબજે કરી લીધી છે અને તમે તેના પ્રસારની ઝડપનો અંદાજ આ પરતી લગાવી શકો છો કે, અમેરિકામાં માત્ર એક જ રાતમાં દર્દીઓ બમણા થઈ ગયા છે.

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં નવા વેરિઅન્ટનો કહેર એટલો વધી ગયો છે કે નેધરલેન્ડમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. વળી, દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાં, પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઇ ગઇ છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે કોઈ ડૉક્ટરો ઉપલબ્ધ નથી. જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિએન્ટે વિશ્વનાં વિવિધ દેશોમાં મોટી સંખ્યામાં તબાહી મચાવી છે.

જણાવી દઇએ કે, અમેરિકામાં, ઓમિક્રોન વેરિઅન્ટે મોટી સંખ્યામાં ફેલાવો કરી દીધો છે. આ વેરિઅન્ટ લોકોને ઝડપથી બીમાર બનાવી રહ્યુ છે, જાે કે હજુ ડેલ્ટા વેરિઅન્ટે લોકોનો પીછો છોડ્યો નથી. અમેરિકામાં, છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોન દર્દીઓ રેકોર્ડ સંખ્યા સાથે બમણી થઈ ગઈ છે અને હવે ઓમિક્રોન વાયરસ અમેરિકાનાં ૪૪ રાજ્યોમાં સંપૂર્ણ રીતે ફેલાઈ ગયો છે.

ખાસ કરીને ન્યૂયોર્કમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. શુક્રવારની સરખામણીમાં શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટનાં દર્દીઓની સંખ્યામાં ૯૭ ટકાનો વધારો નોંધાયો હતો અને કુલ ૮૩૦ કેસની પુષ્ટિ થઈ છે. અમેરિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ કહ્યું છે કે, ન્યૂયોર્કમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને શનિવારે ૨૧ હજાર ૯૦૮ નવા દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા ૧૩ ટકા દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોઈ શકે છે.

અમેરિકામાં, એક તરફ, ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે બીજી તરફ હજુ પણ અમેરિકાની મોટી વસ્તી રસીકરણથી દૂર ભાગી રહી હોય તેવું લાગે છે. જે બાદ ન્યૂયોર્ક પ્રશાસને લોકોને રસી લેવાની અપીલ કરી છે.

ન્યૂયોર્કમાં છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓમાં ૨૫ ટકાથી વધુનો વધારો થયો છે. વળી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ શનિવારે કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ અત્યાર સુધીમાં ૮૯ દેશોમાં નોંધાયા છે અને તેનો બમણો દર ૧.૫ દિવસ છે. વળી, તે હજુ સુધી જાણી શકાયું નથી કે ઓમિક્રોન વેરિઅન્ટ સામે રસી કેટલી અસરકારક છે.

ઓમિક્રોન વેરિઅન્ટનાં ઝડપી પ્રસારને ધ્યાનમાં રાખીને, નેધરલેન્ડ્‌સમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે અને લોકડાઉન દ્વારા ડચ સરકાર દેશમાં કોવિડ ૧૯ ચેપની સાંકળને તોડવાનો પ્રયાસ કરી રહી છે. નેધરલેન્ડ્‌સમાં શાળાઓ, યુનિવર્સિટી અને તમામ બિન-આવશ્યક દુકાનો, બાર અને રેસ્ટોરન્ટ ૧૪ જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યા છે. વળી, દેશનાં વડા પ્રધાન માર્ક રૂટે શનિવારે રાત્રે કહ્યું કે, ક્રિસમસ અને નવા વર્ષનાં અવસર પર, લોકોને ફક્ત બે મહેમાનોને ઘરે બોલાવવાની મંજૂરી આપવામાં આવશે. દેશનાં વડા પ્રધાને કહ્યું કે “નેધરલેન્ડ ફરીથી લોકડાઉનમાં છે અને ઓમિક્રોન વેરિઅન્ટનાં કારણે અમને અસર કરતી પાંચમી લહેરનાં કારણે આ પગલું જરૂરી હતું”.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.