લગ્નના પાંચ દિવસ પહેલાં જ યુવતીએ આપઘાત કર્યો
વડોદરા, શહેરના ગૌત્રી રાજેશ ટાવર રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ રહસ્યમય સંજાેગોમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવતીના પાંચ દિવસ પછી લગ્ન થવાના હતા. જાે કે, લગ્ન પહેલા જ તેણીએ જીવન ટૂંકાવી લેતા પોલીસે ગુનો દાખલ કરીને આપઘાત પાછળનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને લગ્નની ખુશી માતમાં ફેરવાઈ ગઈ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, શહેરના લલિતાનગર સોસાયટીમાં રહેતી ૨૭ વર્ષીય યુવતી ગ્રાહક કોર્ટમાં કોન્ટ્રાક્ટ પર ડેટા ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. દરમિયાન લગ્નના પાંચ દિવસ પહેલા તે ઉપરના માળે સૂવા ગઈ અને સવારે બહેન જ્યારે તેને ઉઠાડવા રૂમમાં ગઈ તો દરવાજાે અંદરની બંધ હતો.
જેથી તેણીએ મકાનની અગાશીએ જઈને રૂમમાં જાેતા બહેને આપઘાત કરી લીધો હોવાનું જણાતા બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પરિવારે જેમ તેમ કરીને રૂમમાં અંદર જઈને તપાસ કરતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવારે ગોરવા પોલીસને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે કબજે કરેલા યુવતીના મોબાઈલની પણ તપાસ કરશે અને સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મૃતક યુવતીના પિતા અમદાવાદમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ ટૂ ઓફિસર છે. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થઈ હતી. તેનો મંગેતર બેંગ્લોરમાં નોકરી કરે છે અને ૨૪ ડિસેમ્બરના રોજ તેમના બંનેના લગ્ન થવાના હતા. એક તરફ પરિવાર લગ્નની તૈયારીઓ કરી રહ્યો હતો અને દીકરીએ આવું પગલું ભરી લેતા હવે લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ ગઈ છે.SSS