Western Times News

Gujarati News

કોવિશિલ્ડ સહિતની તમામ રસી ઓમિક્રોન સામે નિષ્ફળ

Files Photo

વોશિંગ્ટન, કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ ભારતમાં હજુ તો પૂરું પણ નથી થયું ત્યાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન સ્વરૂપમાં નવું જાેખમ દેશ સામે આવીને ઊભું રહી ગયું છે. ઓમિક્રોનપર થઈ રહેલા શરૂઆતના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ સહિત તમામ રસીઓ કોરનાના નવા વેરિએન્ટ વિરુદ્ધ કારગર નથી.

તમામ રસીઓ ઓમિક્રોનને રોકવામાં સફળ નથી. ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ વેક્સીન ઓમિક્રોનથી સંક્રમિત થવા પર વધુ બીમાર પડતા તો બચાવી લે છે પરંતુ તેના સંક્રમણને રોકી શકતી નથી. રિસર્ચમાં ફક્ત ફાઈઝરઅને મોડેર્નારસી અંગે સારા સમાચાર મળ્યા છે. ફાઈઝર અને મોર્ડર્ના રસીના બૂસ્ટર ડોઝ લાગ્યા બાદ ઓમિક્રોનથી રોકવામાં શરૂઆતી સ્તરે સફળતા મળતી જાેવા મળી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એસ્ટ્રાઝેનેકા, જ્હોનસન એન્ડ જ્હોનસનસહિત ચીન અને રશિયા નિર્મિત રસી પણ ઓમિક્રોનને રોકવામાં સક્ષમ નથી. મુસીબત એ છે કે હજુ પણ દુનિયાભરમાં મોટા પાયે લોકોને રસી મળી જ નથી. આવામાં સંક્રમણના કેસ ઝડપથી વધવા એ નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે મોટું જાેખમ છે.

રસીકરણ પૂરું ન થવાના કારણે અને નવા વેરિએન્ટથી પણ જાેખમ પેદા થવાનો ખતરો છે. નોંધનીય છે કે ફાઈઝર અને મોડેર્નારસીને બનાવવામાં એમઆરએનએટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. જે તમામ પ્રકારના સંક્રમણ અને વેરિએન્ટથી સુરક્ષા આપે છે. જ્યારે અન્ય રસીઓ જૂની ટેક્નિક પર આધારિત છે.

બ્રિટનમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી પણ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને રોકવા માટે સક્ષમ નથી. સ્ટડીમાં કોવિશીલ્ડ રસીએ રસીકરણના ૬ મહિના બાદ ઓમિક્રોનને રોકવામાં સક્ષમતા દેખાડી નથી. ચિંતાની વાત એ છે કે ભારતમાં લગભગ ૯૦ ટકા લોકોએ કોવિશીલ્ડ રસીના ડોઝ લીધા છે. ભારત ઉપરાંત આફ્રિકાના ૪૪ દેશોમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી મોટા પાયે લોકોને મળેલી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.