Western Times News

Gujarati News

ડેન્ટિસ્ટ અને ઓર્થોપેડિક્સની માંગ ટિયર-ટુ શહેરોમાં વધુઃ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર રિપોર્ટ

ટિયર વન શહેરોમાં મુંબઇ, દિલ્હી ટોચનાં શહેર, જ્યાંનાં લોકો ડોક્ટર્સની ઓનલાઇન સર્ચ કરે છે

ટિયર-ટુ  શહેરોમાં પટણા સૌથી વધુ ઓનલાઇન સેવી, ડર્મેટોલોજિસ્ટ્સ, ગાયનેકોલોજીસ્ટ્સ, ઓર્થોપેડિક્સ અને ફિઝિયો થેરપિસ્ટ્સની માંગમાં પણ પટણા મોખરે

મુંબઇ, ડેન્ટિસ્ટ, ડર્મેટોલોજીસ્ટ્સ અને ઓર્થોપેડિક્સની માંગ ટિયર-વન શહેરો કરતાં ટિયર-ટુ શહેરોમાં વધુ હતી. ભારતભરમાં આ મેડિકલ સ્પેશ્યાલિસ્ટ્સ માટેની સર્ચમાં વર્ષ પ્રતિ વર્ષ (YOY) ધોરણે 9 ટકાનો વધારો થયો હતો એમ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સનું તારણ જણાવે છે.

સમગ્ર દેશમાં ડેન્ટિસ્ટ (13.5%), ડર્મેટોલોજિસ્ટ્ (15.2%), ઓર્થોપેડિક્સ (17.5%) અને ફિઝિયોથેરપિસ્ટ્સ (13.5%) ની માંગમાં મહત્વપૂર્ણ વધારો થયો હતો, જ્યારે ગાયનેકોલોજીસ્ટ્સની માંગ સ્થિર રહી હતી. ટિયર-ટુ શહેરોમાં સ્પેશ્યાલિસ્ટ્સની માંગમાં વર્ષ પ્રતિ વર્ષ (YOY) ધોરણે 19.3 ટકાનો અને ટિયર-વન શહેરોમાં સાત ટકાનો વધારો થયો હતો, ટિયર-ટુ શહેરોમાં મહત્તમ સર્ચ ડર્મેટોલોજિસ્ટ્સ અને ઓર્થોપેડિક્સની અને ટિયર-વન શહેરોમાં ડર્મેટોલોજિસ્ટ્સ અને ડેન્ટિસ્ટની માંગ વધુ જોવા મળી હતી.

કન્ઝ્યુમર ટ્રેન્ડ અંગે ટિપ્પણી કરતાં જસ્ટ ડાયલના સીએમઓ પ્રસુન કુમારે જણાવ્યું હતું કે, “ભારતનાં નંબર વન હાઇપર લોકલ સર્ચ એન્જિન તરીકે જસ્ટ ડાયલ લોકલ હેલ્થકેર માર્કેટની નાડ સમજે છે અને દર્દીઓ અને તેમનાં પરિવારજનોને વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે.

હેલ્થકેર જેવી મહત્વની સેવાઓ માટેની માહિતી મેળવવા માટે ટિયર-ટુ અને ટિયર-થ્રી ટાઉન અને શહેરોનાં લોકો પણ જસ્ટડાયલ જેવાં ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે એ આનંદની વાત છે. કેટેગરીની વૃદ્ધિ માટે તે સારું છે કારણ કે તે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહેલા છેવાડાના યુઝર્સને પ્રોડક્ટ્સ અને સર્વિસિસ પૂરી પાડવામાં મદદરૂપ નીવડશે..”

ટિયર-વન શહેરોમાં ડર્મેટોલોજિસ્ટ્સની સૌથી વધુ સર્ચ મુંબઇમાં થઈ હતી, તે પછી બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે દિલ્હી અને હૈદરાબાદનો ક્રમ હતો. એ પછી પૂણે, કોલકતા, ચેન્નાઇ, અમદાવાદ અને બેંગલુરુનો ક્રમ હતો ટિયર ટુ શહેરોમાં ડર્મેટોલોજિસ્ટ્સની માંગમાં પટણા મોખરે હતું, જ્યાં બેંગલુરુ કરતાં વધુ સર્ચ થઈ હતી. ટોપ-ફાઇવ ટિયર ટુ શહેરોમાં કાનપુર, હુબલી-ધારવાડ અને ભોપાલનો ક્રમ આવે છે.

ડેન્ટિસ્ટની સર્ચની વાત કરીએ તો સૌથી વધુ સર્ચ મુંબઇ અને પછી દિલ્હીમાં થઈ હતી જે ટિયર-ટુ શહેરોમાં નોંધાયેલ સર્ચના લગભગ 50 ટકા હતો. એ પછીના ક્રમે બેંગલુરુ, ચેન્નાઇ, કોલકતા, પૂણે, હૈદરાબાદ અને અમદાવાદ આવે છે. ટિયર ટુ શહેરોમાં ડેન્ટિસ્ટની મહત્તમ સર્ચ ઉત્તરપ્રદેશના બે શહેરો નોઇડા અને લખનૌમાં નોંધાઈ હતી. ટોપ ફાઇવમાં એ પછી, ભોપાલ, હુબલી-ધારવાડ અને કોઇમ્બતુરનો ક્રમ આવે છે.

ટિયર-વન અને ટિયર-ટુ શહેરોમાં ગાયનેકોલોજિસ્ટ્સની માંગ સ્થિર રહ હતી. ટિયર વન શહેરોમાં મુંબઇ મોખરે હતું અને દિલ્હી બીજા ક્રમે હતું. એ પછી કોલકતા, હૈદરાબાદ, ચેન્નાઇ, પૂણે,  અમદાવાદ અને બેંગલુરુનો ક્રમ આવ્યો હતો, ટિયર-ટુ શહેરમાં ગાયનેકોલોજિસ્ટ્સની મહત્તમ માંગ પટણા અને જયપુરમાં નોંધાઈ હતી, જ્યારે ટોપ-ફાઇવના અન્ય શહેરોમાં કોઝીકોડ, ઇન્દોર અને લખનૌનો ક્રમ રહ્યો હતો.

ટિયર-વન શહેરોમાં YOY ધોરણે ઓર્થોપેડિક્સની સૌથી વધુ ઓનલાઇન સર્ચ મુંબઇ અને દિલ્હીમાં હતી, જેનો હિસ્સો 65 ટકા હતો, ટિયર-વન શહેરોમાં બાકીની માંગ કોલકતા, હૈદરાબાદ, પૂણે, ચેન્નાઇ, અમદાવાદ અને બેંગલુરુમાં નોંધાઈ હતી. ટિયર-ટુ શહેરોમાં ઓર્થોપેડિક્સની મહત્તમ માંગ પટણા, લખનૌ, જયપુર, નાગપુર અને રાંચીમાં રહી હતી.

ફિઝિયોથેરપિસ્ટની માંગની વાત કરીએ તો, ઓનલાઇન સર્ચની બાબતમાં મહત્તમ ગ્રોથ રેટ પૂણેમાં નોંધાયો હતો, પણ ટિયર-વન શહેરોમાં મુંબઇ અને દિલ્હીમાં મહત્તમ માંગ જોવા મળી હતી, જ્યારે તે પછી હૈદરાબાદ, પૂણે, ચેન્નાઇ, કોલકતા, બેંગલુરુ અને અમદાવાદનો ક્રમ આવે છે. ટિયર-ટુ શહેરોમાં પટણા નંબર વન ક્રમે રહ્યું હતું, જ્યારે ટોપ-ફાઇવમાં અન્ય શહેરોમાં જયપુર, ચંદીગઢ, લખનઉ અને નાગપુરનો ક્રમ આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.