Western Times News

Gujarati News

ઇવી એન્સિલરી ક્લસ્ટરના ભાગરૂપે રાજ્યમાં 6000થી વધારે રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા

રાજ્યના ઇવી ઉદ્યોગની વૃદ્ધિને વેગ આપવા ઇલેક્ટ્રિક વ્હિકલ એન્સિલરી ક્લસ્ટર ઊભું કરવા રૂ. 500 કરોડના રોકાણની જાહેરાત કરી

ગાંધીનગર, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડની અગ્રણી ઉત્પાદકો પૈકીની એક અને ‘જૉય ઇ-બાઇક’નું ઉત્પાદન કરતી વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ (BSE Code: 538970)એ આજે રૂ. 500 કરોડનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતીકરાર (એમઓયુ) કર્યા હતા. આ સમજૂતીનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહનોના ઉદ્યોગની વૃદ્ધિને વેગ આપવાનો અને સરકારના રાજ્યમાં ગ્રીન મોબિલિટીને મજબૂત કરવાના વિઝનને સાકાર કરવાનો છે.

ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર થવાનો કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના ભાગરૂપે ગાંધીનગરમાં થયા હતા. આ પ્રસંગે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તે ઉપસ્થિત હતાં. ઉપરાંત સરકારના કેટલાંક વરિષ્ઠ પદાધિકારીઓ અને કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમજૂતીના ભાગરૂપે વોર્ડવિઝાર્ડ ઇલેક્ટ્રિક 2 અને 3 વ્હીલર્સના સંશોધન અને વિકાસ પર, વડોદરાના પ્લાન્ટમાં મોટર  એસેમ્બલી સ્થાપિત કરવા તથા ઉત્પાદન માટે કાચી સામગ્રી માટે આનુષંગિક કેન્દ્ર જૉય હબ વિકસાવવા રૂ. 500 કરોડનું રોકાણ કરશે. કંપની રાજ્યમાં 6000થી વધારે રોજગારીનું સર્જન પણ કરશે.

આ સમજૂતીકરાર પર વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ કહ્યું હતું કે, “આ રોકાણથી મેક-ઇન-ઇન્ડિયા વિઝન વિકસાવવા અને આગળ વધારવામાં મદદ મળવાની સાથે આ ઇલેક્ટ્રિક મોબિલિટી પરિવર્તન દરમિયાન સ્થાનિક વિક્રેતાઓને પ્રોત્સાહન આપવામાં સહાય મળશે. ઇલેક્ટ્રિક વાહનો, ખાસ કરીને ટૂ-વ્હીલર્સની વધતી માગને પૂર્ણ કરવા સપ્લાય ચેઇન પર અતિ દબાણ છે. જોય હબ એક સોલ્યુશન અને સપ્લાય ચેઇનને સરળ બનાવવા કામ કરવાની સાથે આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરશે. અમે હાઈ-સ્પીડ ટૂ-વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ લોંચ કરવાની તૈયારી કરી રહ્યાં હોવાથી રોકાણથી આપણા સંશોધન અને વિકાસ તથા માર્કેટિંગ પગલાંઓને બળ મળશે.”

જૉય હબ એક વિશિષ્ટ વિભાવના છે અને વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડનું એક સોલ્યુશન છે, જેનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન માટે કાચા માલના પુરવઠાની સમસ્યાઓ દૂર કરવાનો છે.

આ વિભાવના અંતર્ગત ઉત્પાદક પાર્ટનરોને મોટર, બેટરી, ચેસિસ, સ્ટીલ પાર્ટ, ચાર્જર્સ, કન્ટ્રોલર્સ વગેરે જેવા આવશ્યક ઘટકોનું ઉત્પાદન કરવા એકછત હેઠળ આનુષંગિક સુવિધાઓ વિકસાવવા તેમના ઉત્પાદન એકમો સ્થાપવા આમંત્રણ આપવામાં આવશે. વોર્ડવિઝાર્ડ જમીન, માનવ મૂડી અને અન્ય આવશ્યક સંસાધનો પ્રદાન કરીને તેમને ટેકો આપશે.

જૉય હબ આયાત પર નિર્ભર સપ્યાલ ચેઇનની નિર્ભતા ઘટાડીને ઇવી ઉદ્યોગની વૃદ્ધિને વેગ આપશે. એથી સ્પર્ધાત્મક કિંમતે કાચો માલ સતત ઉપલબ્ધ થશે. વળી એનાથી અમારા પાર્ટનર્સને ઉદ્યોગના અન્ય ઓઇએમને કાચો માલ પૂરો પાડવાની પણ સુવિધા મળશે.

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીએ તાજેતરમાં વડોદરા ઉત્પાદન પ્લાન્ટમાં નવી ઓટોમેટિક એસેમ્બલી લાઇન સાથે સિંગલ શિફ્ટમાં એની વાર્ષિક ઉત્પાદનક્ષમતા એક લાખ એકમોથી વધારીને બમણી બે લાખ એકમ કરી છે. ટૂંક સમયમાં કંપની ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરના નવા સેગમેન્ટમાં પ્રવેશ કરશે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરની નવી રેન્જ પણ પ્રસ્તુત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.