સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, દોષિતને અપાયેલી ફાંસીની સજા પર સુપ્રિમ કોર્ટનો સ્ટે ઓર્ડર

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૮માં મધ્ય પ્રદેશમાં સાત વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં એક દોષિતને આપવામાં આવનારી ફાંસીને અટકાવી છે. ન્યાયમૂર્તિ યુયુ લલિતના વડપણ હેઠળની ખંડપીઠે દોષિત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં નીચલી કોર્ટ દ્વારા તેને અને અન્ય એક દોષિતને આપવામાં આવેલી મોતની સજાને યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીકર્તાને ફટકારવામાં આવેલી મોતની સજા પર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી સંબંધિત જેલને તાત્કાલિક મોકલવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે રાજ્યને ૧ માર્ચ, ૨૦૨૨ સુધી દોષિત પાસેથી સંબંધિત પ્રોબેશન અધિકારીનો રિપોર્ટ તથા જેલમાં દોષિત દ્વારા કરવામાં આવેલા કાર્યો અંગેનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
ખંડપીઠે કહ્યું કે મોનવૈજ્ઞાનિક મૂલ્યાંકન અહેવાલ પ્રાપ્ત થવો જાેઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું કે જેલ અધિકારી દોષિતો સુધીની પહોંચ અને યોગ્ય મૂલ્યાંકન માટે નિષ્ણાતોની ટીમ સાથે સહયોગ કરશે. ખંડપીઠે તેમના ૧૫ ડિસેમ્બરના આદેશમાં કહ્યું કે ઝ્રત્નૈં પાસેથી આવશ્યક દિશા-નિર્દેશ માગ્યા બાદ ૨૨ માર્ચ,૨૦૨૨ના રોજ કોર્ટ સમક્ષ માહિતી રજૂ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં આપવામાં આવેલા પોતાના ચુકાદામાં નીચલી કોર્ટે ઓગસ્ટ,૨૦૧૮માં કેસમાં બે દોષિતોને મોતની સજાની પુષ્ટિ કરી હતી.HS