Western Times News

Gujarati News

જાપાનની જાણીતી અભિનેત્રી અને ગાયિકા સયાકા કાંડાએ ૨૨ માં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું

ટોકયો, જાપાનની જાણીતી અભિનેત્રી અને ગાયિકા સયાકા કાંડાનું ઊંચાઈ પરથી પડી જવાથી મૃત્યુ થયું છે. સયાકા દેશનાં ઉત્તરી હોક્કાઇડો ટાપુની એક હોટલમાં રોકાઈ હતી, ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો. માત્ર ૩૫ વર્ષની આ અભિનેત્રીનાં નિધનથી તેના ચાહકોમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. સ્થાનિક અનુસાર, સયાકાની એજન્સીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અભિનેત્રી સયાકા કાંડા અકસ્માતનો શિકાર બની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સયાકા કાંડાનું ૧૮ ડિસેમ્બરે રાત્રે ૯ વાગ્યે અચાનક અવસાન થયું. તેના ચાહકોને આવા સમાચાર આપતા અમને દુઃખ થાય છે. અમારા માટે પણ આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ એ વાત સાચી છે કે સયાકા હવે આપણી વચ્ચે નથી. અમે સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છીએ અને ઇચ્છીએ છીએ કે મીડિયા હાલમાં તેના પરિવારનો ઇન્ટરવ્યુ લેવાનું ટાળે.

ડીઝનીનાં “ફ્રોઝન” માં અન્નાનાં પાત્ર માટે જાપાનીઝમાં ડબિંગ કરવા માટે કાંડા વધુ જાણીતી છે. તે એક પ્રખ્યાત ગાયક-અભિનેતાની પુત્રી હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, લોહીથી લથપથ કાંડા હોટલની બહાર બેભાન હાલતમાં મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેનો રૂમ ૨૨માં માળે હતો અને તે ત્યાંથી નીચે પડી ગઇ હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

ઘટનાની જાણકારી મળતા જ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જાે કે પોલીસ આ કેસની સંભવિત આત્મહત્યા તરીકે તપાસ કરી રહી છે, પરંતુ તેમણે ષડયંત્રની વાતને પણ નકારી નથી. વળી, સયાકા કાંડાનાં મિત્રો એ માનવા તૈયાર નથી કે તે આત્મહત્યા કરી શકે છે. તેઓ કહે છે કે જ્યારે બધું બરાબર ચાલી રહ્યું છે તો પછી કોઈ પોતાનો જીવ કેમ આપે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.