Western Times News

Gujarati News

યુએઈમાં ફિલ્મો સેન્સર નહીં થાય, ૨૧ પ્લસ રેટિંગ અપાશે

દુબઈ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)એ રવિવારે જાહેરાત કરી હતી કે, હવેથી સિનેમાઘરોમાં રીલિઝ થતી ફિલ્મોને સેન્સર નહીં કરવામાં આવે. યુએઈની મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી હવે ફિલ્મોમાં સેન્સરશિપના બદલે તેને ૨૧ પ્લસ રેટિંગમાં રીલિઝ કરશે. યુએઈમાં હવે પરંપરાગત ઈસ્લામિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા સંવેદનશીલ દૃશ્યોને કાપવાના બદલે તેને ૨૧ પ્લસ રેટિંગ આપવામાં આવશે.

યુએઈની મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ એક ટિ્‌વટર પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ફિલ્મોને હવે તેમના આંતરરાષ્ટ્રીય સંસ્કરણો પ્રમાણે સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. સંયુક્ત આરબ અમીરાતમાં એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મો નિયમિતપણે કટ કે એડિટ કરવામાં આવે છે.

યુએઈનો આ ર્નિણય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, તે પોતાની અર્થવ્યવસ્થાની તેલ પરની ર્નિભરતા ઘટાડવા માગે છે. યુએઈ તાજેતરના વર્ષોમાં પોતાના કાયદાઓમાં અનેક પ્રકારના સંશોધનો કર્યા છે. ખાડી દેશ ઈચ્છે છે કે, વિશ્વ સામે તેની છબિ એક ઉદાર અને સુધારવાદી મુસ્લિમ દેશની બને જેથી વિદેશી રોકાણ અને પર્યટનને પ્રોત્સાહન મળે. ૨૧ પ્લસ રેટિંગ પણ પોતાની આ છબિને પ્રોત્સાહન આપવા માટેનો યુએઈનો એક નવતર પ્રયત્ન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.