Western Times News

Gujarati News

ચીને પેંગોન્ગ સરોવર નજીક હેલિપેડ પણ તૈયાર કરી લીધું

બીજિંગ, લદ્દાખમાં ચીન પોતાની ચાલાકીઓથી બહાર આવી રહ્યુ નથી. પેંગોન્ગ સરોવર પર ભારત સંગ સમાધાન છતાં ચીને તેનાથી નજીકના વિસ્તારમાં પાકુ નિર્માણ કરી લીધુ છે. ચીને ત્યાં હેલિપેડ પણ તૈયાર કર્યુ છે. સેટેલાઈટ તસવીરથી આ ખુલાસો થયો છે. આ ફોટો જેક ડિટ્‌ચ નામના રિપોર્ટરે પોસ્ટ કર્યો છે.

જેક અમેરિકાના ફોરન પોલિસી મેગેઝીન માટે કામ કરે છે. કેટલીક તસવીર સામે આવી છે જે પેંગોગ સરોવરના ઉત્તરી કિનારાની છે. જેમાં ચીની જેટી, સંભવિત હેલિપેડ અને સ્થાયી બંકર જાેવા મળી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીનની હરકતને લઈને આ પ્રકારનો ખુલાસો થયો છે. અગાઉ પહેલી નવેમ્બરે અમેરિકી રક્ષા વિભાગ પેંટાગનના રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અરૂણાચલ પ્રદેશમાં મોટુ ગામ વસાવ્યુ છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને આ ગામ અત્યારે નહીં પરંતુ વર્ષો પહેલા જ બનાવી લીધુ હતુ. આ સિવાય તાજેતરમાં જ સેના સાથે જાેડાયેલા સૂત્રોએ પણ જણાવ્યુ હતુ કે ચીને પૂર્વી લદ્દાખમાં એલએસી નજીક મિસાઈલ અને રોકેટ રેજિમેન્ટની તૈનાતી કરી દીધી છે. આ સિવાય હાઈવે અને રસ્તા પર પણ ઝડપથી કામ કરી રહ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે અક્સાઈ ચીન વિસ્તારમાં ચીન હાઈવે બનાવી રહ્યો છે જેથી તેમની કનેક્ટિવિટી મજબૂત થઈ શકે અને એલએસી પર વધારે ઝડપથી પહોંચાડી શકાય. ચીન ના માત્ર પોતાના એરબેઝને અપગ્રેડ કરી રહ્યુ છે પરંતુ તેણે હાઈવેને પહોળો કરવા અને એર સ્ટ્રિપ બનાવવાનુ કામ પણ શરૂ કરી દીધુ છે.

પેંગોગ સરોવરની ફિંગર ૮ વાળો વિસ્તાર ગતિરોધ પહેલાથી જ ચીનના કંટ્રોલમાં છે. અત્યારે મે ૨૦૨૦માં ગતિરોધ બાદ જ્યારે બાબત સામાન્ય થવાની શરૂ થઈ તો ભારતીય અને ચીની સેના આ વાત પર રાજી થઈ હતી કે પેંગોગના ઉત્તરી અને દક્ષિણી કિનારાથી સેનાઓને પાછા મોકલવામાં આવશે.

જેમાં ફિંગર ૪થી ફિંગર ૮ સુધીના વિસ્તાર સામેલ હતા. ચીને હવે ચાલાકી બતાવી છે. જે ભાગ માટે સમાધાન થયુ હતુ, તેનાથી ઠીક નજીક ચીને આ સ્થાયી નિર્માણ કરી લીધુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.