મોદીની તસવીર હટાવવા અરજી કરનારાને દંડ થયો

તિરુવનંતપુરમ, કેરળ હાઈકોર્ટે મંગળવારે આ અરજીને ફગાવી દીધી, જેમાં કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની માગ કરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજીકર્તા પર એક લાખ રુપિયાનો દંડ લગાવ્યો. કોર્ટે આને રાજકારણથી પ્રેરિત અને પ્રચાર પ્રસાર માટે અરજી દાખલ કરવાના દોષી પણ માન્યા.
ન્યાયમૂર્તિ પી વી કુન્હીકૃષ્ણને અરજીકર્તા પીટર માયલીપરમ્પિલને છ સપ્તાહની અંદર કેરળ રાજ્ય કાનૂની સેવા સત્તાને એક લાખ રુપિયા જમા કરવાનો આદેશ પણ આપ્યો છે. સાથે જ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે નિર્ધારિત અવધિની અંદર જાે રકમ જમા કરવામાં આવી નહીં તો કેએલએસએ અરજીકર્તા વિરુદ્ધ રાજસ્વ વસૂલીની કાર્યવાહી શરૂ કરશે.
કોર્ટે સુનાવણી કરતા કહ્યુ કે લોકો અને સમાજને એ જણાવવા માટે દંડ લગાવવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની તુચ્છ દલીલ જે ન્યાયિક સમય બરબાદ કરે છે તેની પર અદાલત વિચાર કરશે નહીં. કોર્ટે એ પણ કહ્યુ કે અરજીકર્તાએ વડાપ્રધાનની તસવીર અને રસીકરણ પ્રમાણ પત્ર પર મનોબળ વધારનાર તેમના સંદેશ પર જે વાંધો ઉઠાવાયો છે આવુ કરવાનુ દેશના કોઈ નાગરિક પાસેથી અપેક્ષા નથી.SSS