Western Times News

Gujarati News

નર્મદા : બોટ દરિયામાં રસ્તો ભૂલી પડતા ઓલપાડના ડભારી દરિયા કિનારે બોટ આવતા સુરક્ષિત રેસ્ક્યુ કરાયું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નર્મદા પરિક્રમાનું ધાર્મિક મહત્વ હોવાથી ગુજરાત, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને હાસોટના દરિયા કિનારે આવેલા ગામથી બોટમાં બેસી ભરૂચના અંભેટા ગામ નજીક નર્મદા સંગમ સુધી પોહચી પરિક્રમાની શરૂઆત કરતા હોય છે.ત્યારે ૪૦  જેટલા પરિક્રમાવાસીઓ ભરી બોટ દહેજ નજીક અંભેટા ગામ જવા નીકળી હતી.

પરંતુ બોટ ચાલક દરિયામાં રસ્તો ભૂલી જતા પરિક્રમાવાસીઓના જીવ તાળવે ચોટી ગયા હતા.જોકે દરિયામાં પરિક્રમાવાસીઓ ભરેલી બોટ દરિયામાં રૂટ ભૂલી હોવાના સમાચાર મળતા અંકલેશ્વર SDM અને હાંસોટ મામલતદાર એલર્ટ થયા હતા.

સદ્દનસીબે દરિયામાં ભૂલી પડેલી બોટ ઓલપાડના દરિયા કિનારે આવેલા ડભારી ગામે નીકળતા ગામના સરપંચ અને ઓલપાડ પોલીસ તાબડતોડ દરિયા કિનારે પહોંચી તમામ પરિક્રમાવાસીઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત હાંસોટ ખાતે મોકલવામાં આવ્યા હતા.

જયારે દરિયામાં ભૂલી પડેલી બોટ ઓલપાડના ડભારી દરિયા કિનારે આવી હતી.ત્યારે ૪૦  જેટલા ગુજરાત, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પરિક્રમાવાસીઓ હતા.જોકે તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કરતા પરિક્રમાવાસીઓમાં જીવમાં જીવ આવ્યો હતો.

હાંસોટ મામલતદાર ફાન્સિસ વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ઓલપાડ પોલીસ અને સ્થાનિક સરપંચ દ્વારા તમામ લોકોને સુરક્ષિત હાંસોટ ખસેડવામાં આવ્યા હતા.અંકલેશ્વરના SDM રમેશ ભગોરાએ ડભારી ગામના સરપંચનો સંપર્ક કરતા સરપંચ અને ઓલપાડ પોલીસ ડભારી દરિયા કિનારે પહોંચી ૪૦ જેટલા પરિક્રમાવાસીઓનું રેસ્ક્યુ કરી તમામને સુરક્ષિત હાંસોટ ખાતે મોકલવામાં આવ્યા હતા.

હાંસોટના દરિયા કિનારે આવેલા ગામથી પરિક્રમાવાસીઓ ભરેલી બોટ દરિયામાં રસ્તો ભૂલી ઓલપાડના ડભારી દરિયા કિનારે નીકળતા સ્થાનિક ગામના સરપંચ, ઓલપાડ પોલીસ અને હાંસોટ મામલતદાર ઘટના સ્થળે પોહચી તમામને સુરક્ષિત જગ્યા પર ખસેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.