Western Times News

Gujarati News

કર્ણાટકમાં ભૂકંપ, બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં ઝટકા

બેંગલુરુ, કર્ણાટકના બે શહેરોમાં આજે સવારમાં જ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રાજધાની બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરા જિલ્લામાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા આવ્યા. જેનાથી લોકોના ડર ફેલાઈ ગયો અને લોકો ઘરની બહાર નીકળી આવ્યા. જાે કે, રાહતની વાત એ રહી કે બંને શહેરોમાં ભૂકંપની તીવ્રતા બહુ વધુ નહોતી. ભૂકંપથી જાનમાલનુ કોઈ નુકશાન થયાના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી(એનએસસી) તરફથી માહિતી આપવામાં આવી છે કે આજે સવારે કર્ણાટકના બેંગલુરુના ઉત્તર-પૂર્વોત્તરમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બેંગલુરુથી લગભગ ૭૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં બુધવારે સવારૈ સાત વાગીને નવ મિનિટે ૧૧ કિલોમીટર ઉંડાણમાં ભૂકંપનુ કેન્દ્ર હતુ. ત્યારબાદ અમુક મિનિટ પછી સવારે સાત વાગીને ૧૪ મિનિટે એક વાર ફરીથી ૩.૩ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા.

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરામાં પણ બુધવારે સવારે બે વાર ભૂકંપના ઝટકા અનુભવાયા. ચિક્કાબલ્લાપુરામાં સવારે લગભગ સાત વાગીને ૧૪ મિનિટે ભૂકંપ આવ્યો. કર્ણાટકરના નેચરલ ડિઝાસ્ટર મૉનિટરિંગર સેન્ટરે જણાવ્યુ કે ચિક્કાબલ્લાપુરા જિલ્લામાં આજે સવારે ૨.૯ અને ૩.૦ની તીવ્રતાના બે ભૂકંપ નોંધવામાં આવ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.