નોરા ફતેહી મહાઠગની પોલ ખોલશે,સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ દિલબર ગર્લ સાક્ષી બનશે

મુંબઇ, મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગનો મામલો દિવસેને દિવસે વધુ જટિલ બની રહ્યો છે. આ કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી અને જેકલીન ફનાર્ન્ડિસ પણ સામેલ હોવાના રિપોર્ટ છે.
તાજેતરમાં મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ ની કલમ ૫૦(૨) અને ૫૦(૩) હેઠળ નોરાનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું હતું, જેમાં તેણીએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા હતા. હવે નોરાને લઈને આ કેસ સાથે જાેડાયેલા નવા સમાચાર સામે આવ્યા છે.
લેટેસ્ટ માહિતી અનુસાર, ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં બોલિવૂડ એકેટ્રેસ નોરા ફતેહી પ્રોસિકેયૂશનની સાક્ષી બનશે. નોરા ફતેહીને ઠગ સુકેશની પત્ની લીના પોલ દ્વારા ચેન્નાઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપવાના બદલામાં એક બીએમડબ્લ્યુ કાર અને એક આઇફોન ગિફ્ટ તરીકે આપવામાં આવ્યો હતો. હવે નોરા આખા કેસમાં સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ સાક્ષી તરીકે હાજર થશે.
તાજેતરમાં જ નોરાએ ઈડી સાથેની પૂછપરછમાં તેના પર લાગેલા ઘણા આરોપોને નકારી કાઢ્યા હતા અને ઘણા ખુલાસા પણ કર્યા હતા. નોરાએ કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ પહેલા કે પછી સુકેશ ચંદ્રશેખર તરફથી કોઈ ગિફ્ટ મળી નથી. નોરાએ કહ્યું કે તેને જે પણ ગિફ્ટ્સ મળી હતી તે ઈવેન્ટ સમયે ગિફ્ટ તરીકે આપવામાં આવી હતી.
સુકેશ ચંદ્રશેખરની પત્ની તરફથી મળેલી કાર અંગે નોરાએ પૂછપરછમાં કહ્યું હતું કે લીનાએ ઈવેન્ટમાં બધાની સામે એનાઉન્સમેન્ટ કરી હતી કે તે તેને પ્રેમ અને સન્માનથી એક ન્યૂ કાર ગિફ્ટ કરી રહી છે અને આ માટે તેણે નોરાને ઇન્સિસ્ટ પણ કરી હતી. નોરાએ કહ્યું હતું કે તેણીએ આ વિશે એક કોર્ડિનેટરને પૂછ્યું હતું, તેણે તેણીને કહ્યું કે આ બધું નોર્મલ છે. આર્ટિસ્ટને આવી ગિફ્ટ્સ મળતી રહે છે અને તે ઇવેન્ટ પછી ઘરે આવી ગઇ હતી.
જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર પર ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. ઈડ્ઢ હવે તપાસ કરી રહી છે કે તેણે કોને કોને પોતાનો શિકાર બનાવ્યો અને તેણે પૈસા ક્યાં ઉડાડ્યા? કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછમાં તેણે બોલિવૂડની બીજી ઘણી હસ્તીઓના નામ લીધા છે. એટલે કે મની લોન્ડરિંગનો આ મામલો આગામી દિવસોમાં વધુ વધી શકે છે. નોરા ફતેહી અને જેકલીન પહેલેથી જ સવાલોના ઘેરામાં છે.HS