Western Times News

Gujarati News

કોર્ટે મરણ પથારી પર પાડેલી ચીસને ડાઈંગ ડિકલેરેશન તરીકે માન્ય રાખી

અમદાવાદ, ૭૫ વર્ષીય વૃદ્ધે મરણપથારી પર પાડેલી ચીસને તેમનું ડાઈંગ ડિક્લેરેશન (મરતી વખતે આપેલું નિવેદન) માનવામાં આવ્યું છે. આ વૃદ્ધને એક કારચાલકે ટક્કર મારી હતી અને છેલ્લા શ્વાસ લેતા પહેલાં તેમણે આ શખ્સની સામે જાેઈને ચીસ પાડી હતી. જેથી આને તેમનું ડાઈંગ ડિક્લેરેશન ગણવામાં આવશે.

નડિયાદ-ખેડાના આ વૃદ્ધ પોતાના દીકરાની દુકાને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તો ઓળંગતી વખતે તેમનો અકસ્માત થયો હતો. તેમનું થાપાનું હાડકું તૂટી ગયું હતું. ડ્રાઈવરે તેની ગાડી રોકી ત્યારે તેને જાેઈને વૃદ્ધે ચીસ પાડી હતી. નડિયાદ પોલીસના જણાવ્યા અનુસાર, મનુ શાહ નામના વૃદ્ધ નડિયાદના પીપળાતા ગામના રહેવાસી હતા. ૧૮ ડિસેમ્બરની સવારે એક પૂરપાટ ઝડપે દોડતી એક કારે તેમને ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં મનુ શાહ રસ્તા પર પડી ગયા હતા.

કારના ડ્રાઈવરને લાગ્યું કે, ટક્કર વાગતાં વૃદ્ધ બેભાન થઈ ગયા છે અને કોઈએ અકસ્માત જાેયો નથી. એટલે તેણે ઘટના સ્થળેથી ૧૦ મીટર દૂર કાર રોકી અને પીડિતનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન પોતાની દુકાન સાફ કરી રહેલો મનુભાઈનો દીકરો પ્રજેશ ત્યાં દોડી આવ્યો હતો. તેણે પિતાને રોડના ડિવાઈડર પાસે પડેલા જાેયા હતા.

ત્યારે મનુભાઈએ દૂર ઊભેલા કાર ડ્રાઈવર સામે જાેઈને ચીસ પાડી હતી અને અકસ્માત માટે તે જવાબદાર હોવાનું જણાવ્યું હતું. જે બાદ મનુભાઈ બેભાન થઈ ગયા હતા. આ તરફ કાર ડ્રાઈવર મનુભાઈ અને પ્રજેશ સામે નજર નાખીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મનુભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના થાપાના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જાેકે, તેમની તબિયત લથડતી ગઈ અને સોમવારે બપોરે તેમનું અવસાન થયું.

નડિયાદ ગ્રામ્ય પોલીસે અગાઉ અજાણ્યા કારચાલક સામે પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને વૃદ્ધને ગંભીર ઈજા પહોંચાડવા બદલ કેસ દાખલ કર્યો હતો. પરંતુ હવે વૃદ્ધની છેલ્લી ચીસને ધ્યાનમાં રાખીને ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરી મૃત્યુ નિપજાવાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે, જાે વૃદ્ધે કાર ડ્રાઈવરને જાેઈને ચીસ ના પાડી હોત તો કોઈને એક્સિડન્ટ વિશે જાણ ના થાત. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.