Western Times News

Gujarati News

પતિ-પત્ની પોતાના ઝઘડામાં બાળકોનું માઈન્ડ વોશ ના કરે

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં ટ્‌વીન્સ બાળકોની કસ્ટડી અને વિઝિટેશન રાઈટ્‌સ માટે પિતાએ કરેલી અપીલના એક કેસમાં જસ્ટીસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નરલ મહેતાની ખંડપીણે એવી માર્મિક ટકોર કરી કે, પતિ-પત્નીએ તેમના ઝઘડાઓમાં બાળકોનું માઈન્ડ વોશ કરવું જાેઈએ નહીં.

બાળકોના વિઝિટેશન રાઈટ્‌સ મામલે માતા-પિતાનો અહમ વચ્ચે ન આવવો જાેઈએ. આ બાળકો પતિ-પત્નીના લગ્નના પરિણામે જન્મ્યા છે ત્યારે પિતાનો પણ બાળકોને મળવાનો સમાન અધિકાર છે. પ્રસ્તુત કેસમાં હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, અમને આવું એટલે કહેવું પડે છે કારણ કે અમારી સામે આવના અનેક કમનસીબ કેસ આવે છે.

અમારી સમક્ષ અત્યારે પણ એક કેસ છે, જે અમે ચેમ્બરમાં ચલાવીએ છીએ અને એમાં એક અત્યંત હોશિયાર બાળકની કસ્ટડીનો મુદ્દો છે. પરંતુ એ એની માતા તરફ જાેવા પણ તૈયાર નથી. આ ઉપરાંત હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશ પ્રત્યે પણ નારાજગી દર્શાવી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું કે, કોર્ટ દ્વારા અંતિમ હુમક કરવામાં આવે ત્યાં સુધી વચગાળાની આ અપીલ ફેમિલી કોર્ટે આપેલા આદેશ સામે પતિએ કરી છે.

જેમાં ફેમિલી કોર્ટે આદેશ કર્યો હતો કે, પિતા તેના ટ્‌વીન્સ બાળકોને ફર્સ્‌ટ એન્ડ સેકન્ડ શનિવારે ફેમિલી કોર્ટ અમદાવાદના ચિલ્ડ્રન કોમ્પલેક્સમાં મળી શકે. પિતાને આ વ્યવસ્થાનો વાંધો હતો અને એટલે તેણે હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી છે. પતિ અને પત્ની તરફથી ઉપસ્થિત વકીલોની દલીલ પણ અમે સાંભળી છે.

આ અપીલ વચગાળાના આદેશ સામે હોઈ તે કાયદા મુજબ ટકી શકે તેમ નથી. જેથી અમે આ અપીલ રદ કરીએ છીએ અને તેમની પાસે અન્ય કઈ કાયદાકીય ઉપચાર હોય તે મુજબ કાર્યવાહી કરવાની છૂટ આપીએ છીએ. આ ઉપરાંત કોર્ટે એ પણ નોંધ્યું કે, આ દરમિયાન પિતાની બાળકોની મળવા માટેની કઈ યોગ્ય વ્યવસ્થા કરવી જરૂર જણાય છે.

એ વ્યવસ્થા પણ એવી કે અર્થસભર બની રહે. કોર્ટ સમક્ષ હાજર માતાને પણ સૂચન કરવામાં આવ્યું કે, તે બાળકોના પિતાને પહેલા અને ત્રીજા શનિવારે બાળકોને પોતાની સાથે લઈ જવા દે. આ દરમિયાન તે ૧૧ વાગ્યેથી સાંજે પાંચ વાગ્યા સુધી તે બાળકોને પોતાની સાથે રાખી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.