Western Times News

Gujarati News

૧૬ વર્ષીય કિશોરીને મારી નાંખવાના બનાવમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા

(પ્રતિનિધિ) ભરૂચ, બાળકોને જાતિય શોષણથી રક્ષણ આપતા કાયદા અને ભારતીય દંડ સંહિતા હેઠળ બળાત્કારના ગુના સબબ તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવતી ભરૂચ પોસ્કો કોર્ટ.

કેસની ટૂંકમાં વિગત એવી છે કે વર્ષ ૨૦૧૮માં ભોગ બાનનાર ૧૬ વર્ષીય કિશોરી બપોરના સમયે પોતાના ગામ શાહપુરાના તળાવ પાસે આવેલ ખેતરમાં ચારો કાપવા ગયેલ ત્યારે નાંદ ગામના રહીશો નામે સતિશ શના વસાવા,રાહુલ રણજીત વસાવા તથા શિવમ ઉર્ફે શિવા બુધા વસાવાના ઓએ તેની ની એકલતા નો લાભ લઈ તેની સાથે બળાત્કાર ગુજારેલ અને ધમકી આપેલ કે જાે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું.

જેથી તેણીએ આ બનાવ સંબંધે કોઈને ઘરમાં જાણ કરેલ નહીં અને તેણીને ગર્ભ રહી જતાં બનાવના સાતેક મહિના બાદ તેણીની માતાને ખબર પડતાં માતાએ પૂછતાં આખી ઘટના તેણીએ જણાવેલ.આ બાબતે ભોગ બાનનારના પિતાએ ત્યાર બાદ તારીખ ૧૪/૧૧/૨૦૧૮ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવેલ જેની તપાસ દરમ્યાન ભોગ બનનારે બાળકને જન્મ આપેલ.

જેથી પોલીસે ભોગ બાનનાર,તેણીના બાળક તેમજ આરોપીઓના લોહીના ડી.એન.એ ટેસ્ટ કરાવડાવેલ જેમાં આરોપીઓ પૈકી આરોપી શિવમ ઉર્ફે શિવા બુધા વસાવાના ડી.એન.એ મેચ થયા અંગેનો રિપોર્ટ મળેલ જે બાદ તપાસ પૂર્ણ થઈ આરોપીઓ પૈકી આરોપી સતીશ શના વસાવાની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી હોય તેની અલગ ચાર્જશીટ કરેલ

અને અન્ય બે આરોપીઓ રાહુલ અને શિવમ વિરુદ્ધ પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા કેસ ચાલવા પર આવતા સરકાર તર્ફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર આર.જે. દેસાઈએ હાજર થઈ કેસ ચલાવેલ.જે કેસમાં ગત તારીખ ૨૨/૧૨/૨૦૨૧ ના રોજ ભરૂચ પોસ્કો અદાલતના જજ એમ.એસ.સોનીએ આરોપી રાહુલ ને શંકાનો લાભ આપી છોડી મુકેલ અને આરોપી શિવમ ઉર્ફે શિવા બુધા વસાવાને તકસીરવાર ઠેરવતો ચુકાદો જાહેર કર્યો છે

અને આરોપી શિવમ ઉર્ફે શિવાને ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૭૬ અન્વયે ૭ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૫,૦૦૦ દંડ અને દંડ ન ભારે તો વધુ ૬ માસની કેદ તેમજ પોકસોના કાયદાની કલમ ૬ અન્વયે ૧૦ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને દંડ ન ભરે

તો વધુ ૬ માસની કેદ તેમજ તે જ કાયદાની કલમ ૧૨ અન્વયે ૧ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૧૦૦૦ દંડ અને દંડ ન ભારે તો વધુ ૧૫ દિવસની કેદની સજા ફરમાવી છે.તેમજ બધી સજા એક સાથે ફરમાવવા હુકમ કર્યો છે.જેથી મહત્તમ સજા ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.