Western Times News

Gujarati News

વડોદરામાં ઓમિક્રોનના ત્રણ દર્દીઓ મળી આવતાં આરોગ્યતંત્ર દોડતું થયું

શાળાઓમાં ગાઈડ લાઈનનું પાલન છતાં પોઝીટીવ કેસો આવતા વાલીઓમાં ચિંતા

વડોદરા, વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને તેમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના ત્રણ દર્દીઓ મળી આવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

તેવામાં સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને લઈને શિક્ષણ જગતમાં ચિંતા વધી રહી છે. શૈશવ સ્કૂલમાં ધો.૧રમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું અને સ્કૂલનું ઓફલાઈન શિક્ષણ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને સ્કૂલમાં દરેક કલાસરૂમને સેનીટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં ઓમીક્રોન વાયરસનો ખતરો વધે તેમ હોઈ વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલમાં મોકલતા ગભરાઈ રહ્યા છે. જાેકે કેટલીક સ્કૂલે તો ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ પણ કરી દીધું છે.

સરકારે સ્કૂલો ખોલી દેતાં વાલીઓના સંમતી પત્ર સાથે બાળકો સ્કૂલમાં જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી. અને વાલીઓની સંમતિ બાદ વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલમાં ભણવા લાગ્યા હતા તેવામાં સમા ભાયલી ખાતે આવેલ નવરચના સ્કુલમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફફડાટ ફેલાઈ ગયો હતો.

તેવી રીતે વાસણા રોડની સંત કબીર સ્કૂલની શિક્ષિકા કોરોના સંક્રમિત થતાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઓફલાઈન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ અને શિક્ષક કોરોનાથી વધુ સંક્રમિત થતાં ઓફલાઈન શિક્ષણ સામે સવાલો ઉભા થયા છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીનું ગેટ પર જ સેનેટાઈઝ અને થર્મલગનથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ હોવા છતાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયની લાગણી છવાઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.