Western Times News

Gujarati News

ઈનરવ્હીલ કલબ દ્વારા ૨૨ HIV પોઝિટીવ દીકરીઓ સાથે ઉજવાયો સેવા મહોત્સવ

પાલનપુર, ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટી દ્વારા બનાસ એન.પી.પ્લસ સંસ્થાના બાવીસ એચઆઈવી પોઝીટીવ દીકરા-દીકરી દત્તક લઇ જવાબદારી સ્વીકારી અને નિભાવી રહ્યા છે.

ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટી દ્વારા બનાસ એન.પી.પ્લસ સંસ્થા સાથે જાેડાયેલા અને વિહાન પ્રોજેક્ટની વિવિધ સારવાર, સહાય અને સેવાઓ સાથે જાેડાયેલા બાવીસ એચઆઈવી પોઝીટીવ ખાસ જરૂરિયાતમંદ માતા અને પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલ અને સાથે મધ્યમ પરિવારમાંથી આવતી બાવીસ દીકરા-દીકરીની જવાબદારી ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટીના સભ્યોએ સ્વીકારી અને નિભાવી રહ્યા છે સાથે ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટીના ફાઉન્ડર મેમ્બર અનિલાબેન શાહના જન્મદિવસની ઉજવણી એચઆઈવી પોઝીટીવી દીકરીઓ સાથે કરવામાં આવી હતી.

બાળકોને તેમની તમામ જવાબદારી અને તેમનની ખાસ ઈચ્છાઓને પુરી કરવા અને તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રહ્યા છે જે અનુસંધાને દર મહિને વિવિધ સેવાકીય કામગીરી અને પ્રોજેક્ટ કરવામાં આવે છે. જેમાં આ મહિને એચ.આઈ.વી. પોઝીટીવ બાળકોને તેમની જીવન જરૂરિયાતની સામગ્રી અને પરિવાર માટે ખાસ હાઈઝનિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જે ખાસ કાર્યક્રમમાં ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટીના પ્રમુખ મમતાબેન શાહ, ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટીના સક્રિય મેમ્બર સુમનબેન શાહ અને ડો.નિશાબેન બાવીશી અને અન્ય ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટીના સભ્યો ખાસ હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા.

જે સમગ્ર કાર્યક્રમનું આયોજન બનાસ એન.પી.પ્લસ સંસ્થાના પ્રમુખ અને સંપૂર્ણ પ્રોજેક્ટના ડી.એમ.દીપકભાઈ પટેલ અને બનાસ એન.પી.પ્લસ સંસ્થાના વિહાન પ્રોજેક્ટના હેલ્થ પ્રમોટર નવનીતભાઈ મકવાણા અને વિહાન પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.