Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર યુનિ.નું બી.કોમની પરીક્ષાનું પેપર ફૂટ્યું

રાજકોટ, રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આમ આદમી પાર્ટીએ આરોપ કર્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B. COMની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ કર્યો છે. સેમેસ્ટર-૩ નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષા ચાલુ થાય તે પહેલા લીક થઈ ગયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પેપર વોટ્‌સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ લવલી યાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પેપર લીકની આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખ ફરિયાદી બન્યા છે. ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ વિવિધ પરીક્ષાઓના કૌભાંડો બહાર આવી રહ્યાં છે.

જેનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ હવે રાજકોટના ૫૮ હજાર વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાડી દે તેવી ચકચાર ઘટના બની છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B. COMનું પેપર ફૂટ્યુ છે. આ પેપર લવલી યાર નામના વોટ્‌સએપ ગ્રૂપમા ફરતુ થયુ હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે.

સાથે જ આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા છે. પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

ગીતાંજલી કોલેજના ૮૮ વિદ્યાર્થીના બનેલા લવલી યારો ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પેપર ફૂટયું જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ વધુ એક પેપર લીક કાંડનો ગઈકાલે ધડાકો કર્યો હતો.

તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું હતું કે, ઇકોનોમિક્સનું B. COM સેમેસ્ટર ૩નું પેપર વોટ્‌સ અપમાં લીક થયુ હતું. સવારે ૧૦ વાગ્યાનો પેપરનો સમય હતો, અને ૯ વાગ્યે પેપર લીક થયુ હતું. પેપર લીકની ઘટના સામે આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ ફરિયાદ નોંધાવવા માટે યુનિ.પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

જાેકે, સવાલ એ છે કે, શું ગુજરાતનું શિક્ષણ તંત્ર ખાડે ગયું છે? શું ગુજરાતના વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે છે? જાે આવુ ને આવુ થતુ રહેશે, પેપર લીક થતા રહેશે અને પરીક્ષા રદ થઈને ફરીથી લેવાશે તો વિદ્યાર્થીઓની સાથે યુનિવર્સિટીનો પણ સમય બગડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.