Western Times News

Gujarati News

ઓમિક્રોનના 30 કેસ વચ્ચે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 1ના બદલે 11થી સવારના 5 સુધી કર્ફ્યૂ

Files Photo

અમદાવાદ, ​​રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે.

આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે 20 તારીખે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં હાલ ઓમિક્રોનના 30 કેસો છે, જ્યારે સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.

સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.