Western Times News

Gujarati News

૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લીકેશનના ફીચર્સ અને કામગીરીને જાણીએ

અધ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી

તાત્કાલિક આરોગ્ય સારવાર પુરી પાડતુ દેશનું પ્રથમ રાજ્ય છે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે.

•       આ અદ્યતન એપ્લીકેશન દ્વારા ઓછા સમયમાં ઝડપથી દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવા અને સારવાર આપવા મદદરૂપ બનશે.

•       કોલ સેન્ટરમાં કોલ કર્યા વિના આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી એપ્લીકેશન થકી બોલાવી શકાશે.

•       મોબાઇલ એપ્લીકેશન મારફતે જો કોઇ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનુ ચોક્કસ સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે મળી જશે, જેથી રિસ્પોન્સ સેન્ટરમાં ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ સહિતની માહિતી મેળવવા માટે સમયનો બચાવ થશે.

•       કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળે આવી રહેલ ૧૦૮ એમ્બ્યુલન્સનો પહોંચવાનો અંદાજીત સમય તેમજ ક્યાં પહોંચી છે તેની રીયલ ટાઇમ માહિતી મેળવી શકશે.

•       ઘટનાસ્થળે મદદ માટે આવતી એમ્બ્યુલન્સનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે.

•       ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળની નજીકમાં આવેલ તમામ સરકારી તેમજ પસંદગીની ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકની માહિતી મેળવી શકશે તેમજ ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી પણ જાણી શકશે.

•       મોટા અકસ્માતોનાં કિસ્સામાં ઘટના સ્થળનાં ફોટો ગ્રાફ્સ મોબાઈલ એપ થકી અપલોડ કરી શકાશે જેથી કમાંડ સેન્ટર ખાતે મોટી ઘટનાની ગંભીરતા અને અસર વિશેની જાણકારી મળી શકશે અને એક કરતા વધુ એમ્બ્યુલન્સની જરૂરીયાત હોય તો તાત્કાલિક વધુ એમ્બ્યુલન્સો મદદ માટે ઘટના સ્થળે મોકલી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.