Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્માના સેટ ઉપર ગોગીનો જન્મદિવસ ઉજવાયો

મુંબઇ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ગોગી એટલે કે એક્ટર સમય શાહ ૨૦ વર્ષનો થયો છે. ૨૨ ડિસેમ્બરે સમય શાહનો બર્થ ડે હતો ત્યારે તેણે પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું હતું. સમયનો કઝિન અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુનો રોલ કરી ચૂકેલો એક્ટર ભવ્ય ગાંધી પણ બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થયો હતો.

સમયના બર્થ ડે સેલિબ્રેશનની સામે આવેલી તસવીરોમાં ભવ્ય તેને કેક ખવડાવતો જાેવા મળે છે. સમયના હાથમાં પણ કેક છે ત્યારે તેણે ભવ્યને ખવડાવી હશે.

બીજી તસવીરમાં સમયના હાથમાં એક બુક જાેવા મળે છે ત્યારે લાગી રહ્યું છે કે, ભવ્યએ આ પુસ્તક તેને ગિફ્ટમાં આપ્યું હશે. બર્થ ડે સેલિબ્રેશનની એક તસવીર સામે આવી છે જેમાં સમય પોતાના ભાણિયાને ચૂમતો જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ સમયે પોતાના ભાણિયા સાથે કરાવેલા ફોટોશૂટની તસવીરો શેર કરીને મામા બનાવા બદલ તેનો આભાર માન્યો હતો.

સમયે પરિવાર સાથે બર્થ ડે સેલિબ્રેશન કરવા ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પણ કેક કાપીને ઉજવણી કરી હતી. સોનુનો રોલ કરતી એક્ટ્રેસ પલક સિદ્ધવાની અને અંજલીનો રોલ કરતી એક્ટ્રેસ સુનૈના ફોઝદારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સમયના કેક કાપતાં વિડીયો શેર કર્યા છે.

જેમાં પલક અને સુનૈના ઉપરાંત ભીડે (એક્ટર મંદાર ચાંદવાડકર), પોપટલાલ (એક્ટર શ્યામ પાઠક), ડૉ. હાથી (એક્ટર ર્નિમલ સોની) અને શોની બાકીની ટીમ જાેવા મળી રહી છે. સીરિયલમાં ગોગીની મમ્મી રોશનનો રોલ કરતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે સમયના બર્થ ડે પર તેની બાળપણથી લઈને અત્યાર સુધીની વિવિધ તસવીરો શેર કરીને લાંબી નોટ લખી હતી.

જેનિફરે લખ્યું, મારો દીકરો હેપી બર્થ ડે મારા વહાલા સમય. જ્યારે પણ હું આપણા વિશે વિચારું છું ત્યારે આપણે કેટલા મોટા થયા તેનો ખ્યાલ આવે છે (મતલબ કે તું શારીરિક રીતે અને હું માનસિક રીતે??) કારણકે જે પ્રકારે આપણી અડી જતી હતી એ હવે વિચારવું મુશ્કેલ છે. આપણી વચ્ચે જે બોન્ડ અત્યારે છે તે ખજાનો છે (કો-સ્ટાર્સથી વધારે આપણે મિત્રો છીએ. મને ખરેખર લાગે છે કે જાે મારો કોઈ દીકરો હોત તો તેની સાથે મારી કેમેસ્ટ્રી આવી જ હોત). તારી સાદગી અને આજ્ઞાકારી સ્વભાવ મને ખૂબ પસંદ છે. હંમેશા આવો જ રહેજે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.