પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોય, તો ભરણપોષણ નહીં મળે
છત્તીસગઢ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
અદાલતમાં પોતાને નિર્દાેષ સાબિત કરવા માટે મહિલાએ રડી-રડીને કેટલાય ગંભીર આરોપો લગાવ્યા
બિલાસપુર, લગ્ન પછી જો કોઈ પરિણીત મહિલાના અન્ય પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ હોય, તો તે પતિના ખિસ્સામાંથી ભરણપોષણ વસૂલવાનો હક ગુમાવી દેશે. છત્તીસગઢ હાઈકોર્ટે આવા જ એક મામલામાં સ્પષ્ટ કહી દીધું છે કે છેતરપિંડી કરનારી પત્નીને પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો કોઈ કાનૂની અધિકાર નથી.આ કડક ચુકાદો એવા પતિઓ માટે મોટી રાહત બનીને આવ્યો છે, જેમને પત્નીઓની બેવફાઈ પછી પણ અદાલતોના ચક્કર કાપીને દર મહિને પોતાની કાળી મજૂરીની કમાણી લૂંટાવવા માટે મજબૂર થવું પડતું હતું.
હાઈકોર્ટે જશપુરની રહેવાસી એક મહિલા અને રાયપુરના રહેવાસી યુવકના કેસમાં આ ચુકાદો આપ્યો છે. આ બંનેના લગ્ન ૧૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ હિન્દુ રીતિ-રિવાજ મુજબ ખૂબ જ ધૂમધામથી થયા હતા. પરંતુ લગ્નના થોડા દિવસો બાદ જ બંને વચ્ચે રોજ-રોજના ઝઘડા અને મનદુઃખ શરૂ થઈ ગયા. પરિણામે, લગ્નના માત્ર ૮ મહિના બાદ જ બંને એકબીજાથી અલગ થઈ ગયા. અલગ થયા પછી આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે પત્નીએ પતિ અને તેના પરિવારના સભ્યો પર સતામણીનો આરોપ લગાવીને મોટા ભરણપોષણની માંગણી કરી દીધી હતી. અદાલતમાં પોતાને નિર્દાેષ સાબિત કરવા માટે મહિલાએ રડી-રડીને કેટલાય ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે કોર્ટે તેને નકારી દીધા છે.SS1
