રીલ્સ બનાવો અને 3 લાખ જીતોઃ બિહાર ટુરિઝમ વિભાગે લોન્ચ કરી અનોખી સ્પર્ધા
બિહાર ટુરિઝમ વિભાગે ઈન્ફ્લુએન્સર માટે લોન્ચ કરી અનોખી સ્પર્ધા
સ્પર્ધા માટે બનાવવામાં આવનાર વીડિયો અથવા રીલ્સનો સમયગાળો ૩૦ સેકન્ડથી લઈને ૨ મિનિટ વચ્ચેનો હોવો જોઈએ
પટના, બિહારના પ્રખ્યાત અને ઐતિહાસિક શ્રાવણી મેળાને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપવા માટે બિહાર ટુરિઝમ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મેળાની ભવ્યતાને લોકો સુધી પહોંચાડવા માટે દેશભરના સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે એક રાષ્ટ્રવ્યાપી વીડિયો મેકિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કાવડિયા પરંપરા અને શ્રાવણી મેળાની આધ્યાત્મિક સુંદરતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પાયે લોકો સમક્ષ રજૂ કરવાનો છે. ટુરિઝમ સચિવ લોકેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ કોમ્પિટિશનનું નામ ‘શ્રાવણી મેળા ૨૦૨૬ઃ એન ઇન્ફ્લુએન્સર્સ પર્સ્પેક્ટિવ’ રાખવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રવાસન વિભાગ દ્વારા કેટલીક મહત્ત્વની શરતો પણ નક્કી કરવામાં આવી છે. આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં માત્ર એવા જ ક્રિએટર્સ ભાગ લઈ શકશે જેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કુલ મળીને ઓછામાં ઓછા ૨૫,૦૦૦ ફોલોઅર્સ હોય.
આ ઉપરાંત, અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી અનિવાર્ય છે.સ્પર્ધા માટે બનાવવામાં આવનાર વીડિયો અથવા રીલ્સનો સમયગાળો ૩૦ સેકન્ડથી લઈને ૨ મિનિટ વચ્ચેનો હોવો જોઈએ.
Capture the spirit of Shravani Mela 2026 and win cash prizes up to ₹3,00,000!
Inviting all content creators, bloggers, influencers, photographers, videographers, and reel makers . Register now at https://t.co/wLWSQpNkxu and showcase your creativity.#ShravaniMela2026… pic.twitter.com/0U9wMhCOn5— Bihar Tourism (@TourismBiharGov) July 17, 2026
આ વીડિયો સંપૂર્ણપણે શ્રાવણી મેળા અને મુંગેર, બાંકા તથા ભાગલપુરથી પસાર થતા કાવડિયા રૂટ પર જ કેન્દ્રિત હોવો જરૂરી છે.આ વર્ષે શ્રાવણી મેળો ૩૦ જુલાઈથી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાશે.
સ્પર્ધાના નિયમ મુજબ, તમામ સ્પર્ધકોએ મેળાની પહેલા સોમવાર (૩ ઓગસ્ટ, ૨૦૨૬) પછી આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવાનો રહેશે. ત્યારબાદ, બીજા સોમવારના બે દિવસની અંદર આ વીડિયોને પ્રવાસન વિભાગના સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.SS1
