Western Times News

Gujarati News

કેન્દ્રના બજેટમાં રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં જ એકંદર સબસિડી ખર્ચમાં જોરદાર વધારો થઈ ગયો

વર્તમાન નાણાં વર્ષનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચવા વકી

નવી દિલ્હી, પશ્ચિમ એશિયા યુદ્ધને પરિણામે ઓઈલ તથા ગેસ પૂરવઠામાં પડેલી ખલેલને કારણે આ ઈંધણોના ભાવમાં આવેલા ઉછાળાને પગલે વર્તમાન નાણાં વર્ષમાં સરકારનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચી જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.વર્તમાન નાણાં વર્ષના બજેટમાં એલપીજી સબસિડી પેટે સરકારે રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ મૂકયો હતો. જો કે આ અંદાજ કરતા ખર્ચમાં રૂપિયા ૭૦,૦૦૦ કરોડ જેટલો વધારો જોવાઈ રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.યુદ્ધને કારણે ઈંધણ તથા એલપીજીના ભાવમાં આવેલા ઉછાળાને કારણે આવી પડેલા બોજમાંથી મોટો હિસ્સો સરકાર તથા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઉઠાવી રહી છે.

હાલમાં પ્રતિ સિલિંડર રૂપિયા ૪૯૦ની સબસિડી ખર્ચ થાય છે. આ ખર્ચને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચી જવાની શકયતા હોવાની રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં જ એકંદર સબસિડી ખર્ચમાં જોરદાર વધારો થઈ ગયો છે. ગયા નાણાં વર્ષના એપ્રિલ-મેમાં રૂપિયા ૫૧૨.૫૦ અબજના સબસિડી બિલ સામે વર્તમાન વર્ષના સમાન ગાળાનું સબસિડી બિલ ૪૫ ટકા જેટલું વધી રૂપિયા ૭૫૫ અબજ પહોંચી ગયું હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં ઔઆવ્યું છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.