આલ્બમ ખરાબ થઈ જતા પત્ની બીજા લગ્ન કરવા માંગે છે

કુઆલા લુમપુર, દુનિયાની દરેક વ્યક્તિ માટે લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના હોય છે. લગ્નની એક એક ક્ષણ વ્યક્તિને બહુ સારી રીતે યાદ રહી જાય છે. લોકો આ યાદોને વેડિંગ આલ્બમ કે વિડીયોમાં બહુ સંભાળીને રાખે છે.
ગમે ત્યારે આ આલ્બમ જાેઈને જૂની યાદો તાજા કરે છે. પરંતુ જાે આ યાદોને કોઈ નુકસાન પહોંચાડે તો? આવો જ એક વિડીયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં મહિલા બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે કેમકે તેના લગ્નનું આલબમ પૂરના કારણે ખરાબ થઈ ગયું છે. આ વિડીયો ટિ્વટર પર ખૂબ શેર થઈ રહ્યો છે.
તેને મલેશિયામાં આવેલા પૂર બાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. ગયા સપ્તાહે પૂરને લીધે મલેશિયામાં ઘણી તબાહી થઈ ગઈ છે. આ દરમ્યાન જ્યારે એક રિપોર્ટરે પૂરથી પ્રભાવિત લોકોના ઇન્ટરવ્યૂ લીધા, તો એમાં એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેનું આ દુઃખ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે! વિડીયોમાં મહિલા પોતાના લગ્નનું આલબમ દેખાડતી જાેવા મળે છે. તે કહી રહી છે કે પૂરને લીધે તેના બધા ફોટોઝ ખરાબ થઈ ગયા છે.
એવામાં તે બીજી વખત લગ્ન કરવા માગે છે. લોકોને મહિલાનો બોલવાનો અંદાજ બહુ પસંદ આવી રહ્યો છે. મહિલાએ વિડીયોમાં ઘણી પંચલાઈનનો ઉપયોગ કર્યો. પોતાના લગ્નના ફોટોઝ બતાવતા મહિલાએ કહ્યું કે પૂરમાં તેના લગ્નની બધી તસ્વીરો ખરાબ થઈ ગઈ છે.
એવામાં તેણે પતિને પૂછ્યું કે તે બીજી વખત લગ્ન કરી શકે છે? ના, મહિલા કોઈ અન્ય વ્યક્તિ સાથે નહીં, પણ પોતાના પતિ સાથે જ બીજા લગ્ન કરવા માગે છે જેથી તે બીજી વખત ફોટોઝ પડાવી શકે.
જાેકે, મહિલાના પતિએ આમ કરવાની ના પાડી દીધી છે. મહિલાએ રિપોર્ટરને પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે લોકો પોતાની જિંદગીમાં એક જ વખત લગ્ન કરે છે. મારા લગ્નને ૨૦ વર્ષ થઈ ગયા છે. હવે ફોટોઝ બગડી ગયા પછી જ્યારે મેં પતિને બીજા લગ્ન વિશે પૂછ્યું તો તેમણે ના પાડી દીધી. મહિલાએ વિડીયોના અંતે જે અંદાજમાં અલ્લાહ કહ્યું એ વાયરલ થઈ રહ્યો છે.SSS