Western Times News

Gujarati News

પુર પછી સફાઈમાં લાગ્યા હિન્દુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી

મલેશિયા, કુદરતી આફત વ્યક્તિના જીવનમાં ઘણી બધી બરબાદી લાવે છે. ભૂકંપ હોય કે પૂર, આ આફતોની અસર લાંબા સમય સુધી જાેવા મળે છે. પણ કહેવાય છે કે જ્યારે કુદરત પાયમાલ કરે છે ત્યારે માણસ લાચાર બની જાય છે અને પછી મુશ્કેલીમાંથી બહાર આવવા માટે એક થઈ જાય છે.

દુનિયા ભલે ધર્મ અને બીજા ઘણા માપદંડો પર માનવીઓ દ્વારા અલગ પડી ગઈ હોય, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે માનવી એકસાથે આવવામાં એક મિનિટનો પણ વિલંબ કરતા નથી. આવું જ કંઈક પાછળના દિવસોમાં મલેશિયામાં જાેવા મળ્યું હતું. મલેશિયાની એક મસ્જિદની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં તમે જાેઈ શકો છો કે કેવી રીતે ત્યાંના લોકો પૂર પછીના વિનાશને પોતાના હાથેથી એકઠા કરી રહ્યા છે. આ કપરા સમયમાં લોકો ધર્મ છોડીને એક થયા છે. વાયરલ થઈ રહેલી તસવીરો મલેશિયાના કલંગની છે. અહીં પૂરના કારણે સૌથી વધુ વિનાશ થયો હતો. હવે જ્યારે પૂરનું પાણી ઓસરી રહ્યું છે, ત્યારે ઘણો કચરો પાછળ છોડ્યો છે. મસ્જિદની અંદર સંગ્રહિત આ કચરાને સાફ કરવામાં જાેડાયેલા લોકોની તસવીર વાયરલ થઈ રહી છે.

મલેશિયામાં ટિકટોક પર પ્રતિબંધ નથી. આ વીડિયોને ટિકટોક પર જ્રિીદ્ઘીટ્ઠહ૦૮૧૦ નામના યુઝરે શેર કર્યો છે. હૃદય સ્પર્શી આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જાેવામાં આવ્યો છે. વીડિયો જાેઈ રહેલા લોકો તેના પર ટિપ્પણી કરવાથી પોતાને રોકી શકતા નથી. આ વાયરલ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે કેવી રીતે દરેક સમુદાયના લોકો પોતાનો ધર્મ ભૂલીને મસ્જિદમાં જમા થયેલો કચરો સાફ કરવામાં વ્યસ્ત છે.

પૂરના કારણે એકઠા થયેલા કચરાને લોકો ડોલમાં ભરીને સાફ કરતા જાેવા મળ્યા હતા. આ લોકોમાં હિન્દુ-મુસ્લિમથી લઈને અલગ-અલગ ધર્મના લોકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મલેશિયામાં આવેલા પૂર બાદ હવે લોકો પૂર પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. લોકો મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ખાવાથી લઈને મોબાઈલ ચાર્જ કરવા માટે જનરેટર પણ આપી રહ્યા છે. આવી મદદની વચ્ચે, આશા છે કે ટૂંક સમયમાં અહીંના લોકોને આ મુશ્કેલ સમયમાંથી મુક્તિ મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.