ઓમિક્રોનની અસર ઓછી રહેશે: ડોક્ટરે કરેલો દાવો
નવી દિલ્હી, હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે. તેવામા ભારતમાં પણ તેના કેસ વધી રહ્યા છે. આ વેટિયન્ટની સૌ પ્રથમ ઓળખ કરનારા ડોક્ટર એન્જલિક કોએટ્ઝીએ જણાવ્યું છે કે ભારતમાં ઓમિક્રોનને લગતા કોવિડ કેસ વધશે અને તેનો પોઝિટિવિટી રેટ પણ હાઈ રહેશે. જાેકે, તેમણે આશા વ્યક્ત કરી છે કે સાઉથ આફ્રિકામાં જેમ લોકોમાં આ ચેપ જેમ હળવો હતો તેવો રહેશે.
સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિયેશનના ચેરપર્સન કોએટ્ઝીએ જણાવ્યું હતું કે, હાલની વેક્સીન ઓમિક્રોન વેરિયન્ટને ઝડપથી ફેલાતો અટકાવશે. રસી લીધેલી વ્યક્તિ અથવા કોવિડ-૧૯ દ્વારા સંક્રમિત થયાનો ઈતિહાસ ધરાવનાર વ્યક્તિના કિસ્સામાં, તે ઓછા લોકોમાં ફેલાશે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે, રસી વગરના લોકો સંભવિત રીતે ૧૦૦ ટકા વાયરસ ફેલાવશે.
ડોક્ટર કોએટ્ઝીએ સૌ પ્રથમ વખત વિશ્વને ઓમિક્રોન વેરિયન્ટની જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળો પૂરો થવાનો બાકી છે અને આગામી દિવસોમાં તે સામાન્ય બની જશે.SSS