Western Times News

Gujarati News

પાક. સેના પર તાલિબાનના હુમલામાં બે સૈનિકનાં મોત

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનુ હરખભેર સમર્થન કરનાર પાકિસ્તાન માટે હવે આ આતંકી સંગઠન ભસ્માસુર સાબિત થઈ રહ્યુ છે.
એક તરફ પાકિસ્તાન તાલિબાન સરકારને માન્યતા આપવા દુનિયાના દેશોને અપીલ કરી રહ્યુ છે ત્યારે પાક અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદના વિવાદને લઈને તાલિબાન દ્વારા પાકિસ્તાનને આંખો બતાવાઈ રહી છે.

શુક્રવારે તાલિબાની હુમલામાં બે પાક સૈનિકોના મોત થયા છે અને પાક સેનાએ તેના જવાબમાં ભારે ગોળાબારી કરી હતી.તાલિબાની આતંકીઓએ પણ સામે ગોળીબાર કર્યો હતો અને પાક સેનાની બે ચોકીઓ પર તોપના ગોળા છોડયા હતા.અડધો કલાક સુધી બંને દેશ વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો.

પાક સરહદ સાથે જાેડાયેલા અફઘાન પ્રાંત કુનાર પ્રાંતના તાલિબાની ગર્વનરે પોતાના આતંકીઓને પાક સૈનિકો પર ફાયરિંગ કરવાનો આદેશ આપ્યો હતો.ભારે ગોળાબારીના પગલે પાક સેનાએ વધારાના સૈનિકો પણ મોકલવા પડયા હતા.સરહદ પરના ઘણા ગામોને પણ ગોળાબારીમાં નુકસાન ભોગવવુ પડ્યુ છે. આ ઘટના બાદ પાક પીએમ ઈમરાનખાનને વિપક્ષી પાર્ટીઓએ ઘેર્યા છે અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથેની બોર્ડરને માન્યતા આપવા તૈયાર નથી ત્યારે તેને મદદ કરવાની જલદી શું છે.

આ પહેલા તાલિબાની સૈનિકોએ પાકિસ્તાનની સેનાને બંને દેશોની બોર્ડર પર ફેન્સિંગ કરતા રોકી દીધી હતી..અફઘાન અધિકારીઓએ આ બાબતે જાણકારી આપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.