વારાશિયા વિસ્તારમાં રાંધણ ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું
વડોદરા, વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રાંધણ ગેસના બોટલોમાંથી ગેસ કોમર્શિયલ બોટલ રિફિલિંગ કરી ચોરી કરતા નીલેશ કહાર સહિત ચાર લોકોને પીસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યાં હતાં. આ ટોળકી આધુનિક સાધનો વડે રાંધણ ગેસના બોટલમાંથી ગેસ કાઢી ગ્રાહકોને છેતરતા હોવાનું બહાર આવ્યું છે.
મુખ્ય સૂત્રધાર સહિત ચાર લોકોને પીસીબી પોલીસે ઝડપી પાડ્યાં હતાં અને ગેસના ૧૦૦ બોટલો, રીફિલિંગનો સમાન અને ૨ ટેમ્પો મળી દોઢ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજેે કર્યો છે.
નીલેશ કહાર આગાઉ પણ આજ પ્રકારની ગેસ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને ફરી પાછો આ ધંધામાં ઝંપલાવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી તેણેે આ ગેસ ચોરીનું કામ શરૂ કર્યું હતું. જે છેવટે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે ગેસના બોટલો, ગેસ રીફિલિંગનું મશીન અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.HS