Western Times News

Gujarati News

ત્રીજી લહેરની શક્યતા અંગે મતભેદ, સાવચેતીની સલાહ

મુંબઈ, ત્રીજી લહેરના ભણકારા દેશમાં વધતા કેસોના લીધે વધારે ડરાવી રહ્યા છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના સંક્રમણ અને નવા ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં લોકો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ભીડના કારણે સંક્રમણ વધારે ફેલાવાનો ખતરો પણ સતાવી રહ્યો છે.

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. જેમાં પાછલા ૬૪ દિવસના સૌથી વધારે કોવિડ કેસ નોંધાયા છે. ત્રીજી લહેર આવશે કે નહીં તે અંગે ચાલતી અટકળો બાબતે એક્સપર્ટ્‌સ જણાવી રહ્યા છે આ અંગે હાલ કોઈ નિવેદન કરવું ઉતાવળ્યું ગણાશે, પરંતુ જે પ્રમાણે કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે તેને જાેતા સાવધાન રહેવાની જરુર છે.

મહારાષ્ટ્રમાં નોંધાયેલા નવા કેસોમાંથી ૫૫% નવા કેસ મુંબઈમાં નોંધાયા છે, શહેરમાં નવા ૮૯૬ કેસ નોંધાયા છે જે પાછલા ૨૦૫ દિવસના સૌથી વધુ કેસ છે.

ત્રીજી લહેરની સંભાવનાઓ અંગેના ડર વિશે મહામારીના ડૉક્ટર ચંદ્રકાંત લહારિયા જણાવે છે કે, દેશભરમાં હજુ એવી કોઈ સ્થિતિ ઉભી નથી થઈ. કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. શશાંક જાેશી કહે છે કે, રાજ્યો અને શહેરોમાં વધતા કેસને લઈને કોઈ અનુમાન કરવું ઉતાવળ્યું ગણાશે. ત્રીજી લહેર આવશે જ તેવું ચોક્કસ પણે કહી શકાય નહીં. તેમણે આગળ જણાવ્યું કે, આપણે આગામી બે અઠવાડિયા સુધી સ્થિતિ પર નજર રાખવાની જરુર છે. જાે સતત નવા કેસમાં વધારો થતો રહે તો ત્રીજી લહેરની સંભાવના વધી શકે છે.

દેશમાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે લોકો ફરવાના મૂડમાં છે. આવામાં પ્રવાસન સ્થળો પર વધતી ભીડના કારણે સંક્રમણ ઝડપથી ફેલાવાનો ડર રહે છે. એક્સપર્ટ લોકોને ઓમિક્રોનથી બચવા માટે યોગ્ય રીતે મોઢું ઢંકાય તેમ દ્ગ૯૫ અને  માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી કરીને હવામાં રહેલા ડ્રોપલેટ્‌સ મોઢા અને નાક દ્વારા શરીરમાં પ્રવેશી શકે નહીં.

દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૬,૫૩૧ કેસ નોંધાયા છે અને ૭,૧૪૧ દર્દીઓ સાજા થયા છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૭૫,૮૪૧ પર પહોંચી ગયો છે. જ્યારે રિકવરી રેટની ટકાવારી વધીને ૯૮.૪૦% થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.