બે વર્ષનો છોકરો ૧૦ ફૂટના અજગર સાથે રમતો જોવા મળ્યો

નવી દિલ્હી, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાનું બાળક અજગર સાથે બેફિકર રમી રહ્યું છે. વીડિયો જાેયા બાદ કોઈના પણ ઘબકારા વઘી શકે છે. બાળક વિશાળ અજગર સાથે રમતો જાેવા મળી રહ્યો છે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે.
વીડિયો સાથેના કેપ્શન અનુસાર, આ વીડિયો ઇન્ડોનેશિયાનો છે. ૩૦ સેકન્ડની આ ક્લિપ તમને આશ્ચર્ય ચકિત કરી દેશે અને વિચાક કરશો કે જાે અજગર જરા પણ ગુસ્સે થયો તો આ બાળકનું શું થશે. ત્યાં જ ર્નિભય બાળક અજગર સાથે આરામથી રમવામાં વ્યસ્ત છે. નાનો છોકરો લગભગ ૧૦ ફૂટ લાંબો અને ભારે અજગર સાથે રમી રહ્યો છે, જાણે કે તે રમકડું હોય. વીડિયો જાેવાથી કોઈના પણ ધબકારા વધી શકે છે, પરંતુ બાળક ર્નિભય છે.
વિડિયો ક્લિપમાં અજગર પણ બાળકને હળવાશથી જકડતો હોય તેવું લાગે છે, પરંતુ બાળક તેની ચુંગાલમાંથી આરામથી છટકી જાય છે અને જઈને તેનું ફન પકડે છે.
આ ડરામણો વીડિયો nature27_12 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અપલોડ કર્યાના કલાકોમાં જ આ વીડિયો લગભગ ૮,૦૦૦ વખત જાેવામાં આવ્યો છે. લોકો સતત તેના પર તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. જે વીડિયો શૂટ કરે છે તેને યુઝર્સ ગાળો આપી રહ્યા છે.
એક યુઝરે ટિપ્પણી કરી, “આ એક બેજવાબદાર વલણ છે. બાળકને હટાવવાને બદલે વીડિયો શૂટ કરવામાં આવી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યુંઃ “તેને માતાપિતાની મૂર્ખતા કહો કે બીજું કંઈક તમારા બાળકને મરવા માટે છોડી દીઘુ છે.SSS