Western Times News

Gujarati News

મણિપુરમાં લોકટક ઝરણા પર ફ્લોટિંગ સ્કૂલ બનાવાઈ

નવી દિલ્હી, આજે અહીં એવી પાંચ અજીબ-ગરીબ સ્કૂલ વિશે જાણીશું, જેના વિશે તમે કદાચ જ ક્યાંક સાંભળ્યુ હશે. આ સ્કૂલ ખાસ કારણોસર ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો દૂર દૂરથી આ સ્કૂલ જાેવા માટે અહીં આવે છે. આ સ્કૂલ પોતાના ખાસ કારણના લીધે ચર્ચામાં છે. આ સ્કૂલની ખાસિયત એ છે કે, અહીં વિદ્યાર્થીઓને સ્કૂલ નથી જવુ પડતુ, પરંતુ સ્કૂલ પોતે વિદ્યાર્થીઓની પાસે આવે છે. જેથી કારણે આ સ્કૂલનું નામ મોબાઈલ સ્કૂલ પડ્યું.

કોલંબિયા, અમેરિકા, સ્પેનની સાથે સાથે ગ્રીસમાં પણ આ સ્કૂલને ખૂબ પસંદ કરવામાં આવે છે. શું તમે ક્યારેય કોઈ ફ્લોટિંગ સ્કૂલ વિશે સાંભળ્યું છે? જાે ના સાંભળ્યું હોય તો, આ ફ્લોટિંગ સ્કૂલ ભારતમાં જ મોજૂદ છે. મણિપુરમાં લોકટક ઝરણા પર બનાવાઈ છે. આ સ્કૂલને બાળકોના ભણવા માટે અહીંના માછીમારોએ મળીને બનાવી છે. આ સ્કૂલમાં બાળકોની સાથે મોટી ઉંમરના લોકો પણ ભણવા આવે છે. સ્કોટલેન્ડમાં આવેલી આ સ્કૂલ ખૂબ જ ખાસ છે.

આ સ્કૂલ એવા બાળકો માટે છે, જેઓ સાંભળી કે બોલી નથી શકતા. સ્કૂલને વિશેષ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી છે. સ્કૂલના ઈન્ટિરિયરમાં વાઈબ્રેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકો સ્કૂલમાં કોઈની મદદ વગર જાતે જ હરી ફરી શકે. તમે હેરી પૉર્ટર ફિલ્મ જાેઈ જ હશે. જેમાં એક સ્કૂલ બતાવવામાં આવે છે જ્યાં ઘણા છોકરાઓ આવીને જાદુ શીખે છે. હેરી પૉર્ટર જેવી જ એક સ્કૂલ અસલમાં મોજુદ છે. અહીં કુલ ૧૬ ડિપાર્ટમેન્ટ છે.

અહીં હેરી પૉર્ટર ફિલ્મ જેવુ કાળા જાદુવાળો ડિપાર્ટમેન્ટ પણ મોજૂદ છે. સામાન્ય રીતે સ્કૂલ જમીન પર બનાવેલી હોય છે. પરંતુ એલિમેન્ટ્રી સ્કૂલ જમીનની ઉપર નહીં પરંતુ જમીનની નીચે બનાવવામાં આવી છે. આ કારણોસર સ્કૂલ ખૂબ ચર્ચાનો વિષય બની છે. આ સ્કૂલને જમીનની નીચે બનાવવા પાછળનું કારણ રસપ્રદ છે.

અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધ દરમિયાન ન્યૂ મેક્સિકોના આર્ટિસ્ટાના લોકો સમજી ચૂક્યા હતા કે, ગમે ત્યારે તેમના પર બોમ્બવર્ષા થઈ શકે છે. આ કારણોસર તેમણે જમીનની નીચે સ્કૂલ બનાવી. આ સ્કૂલના એક દરવાજાનું વજન ૮૦૦ કિલોગ્રામ છે. એટલે, જાે એકવાર દરવાજાને બંધ કરી દેવામાં આવે તો, તેને બહારની તરફ ખોલવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.