Western Times News

Gujarati News

કર્ણાટક સરકારે શૈક્ષણિક શિષ્યાવૃત્તિની ફીની ચુકવણી માટે ઇ-રુપી વિતરણની પહેલ કરી

ડિજિટલ ક્યુઆર/એસએમએસ સ્ટ્રિંગ મારફતે કેશલેસ પેમેન્ટ સોલ્યુશન્સની સુવિધા આપવા ઇ-રુપીનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય બન્યું, જેને ઓળખ કરાયેલી સંસ્થાઓમાં સરળતાપૂર્વક રીડિમ કરી શકાશે

મુંબઈ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) અને કર્ણાટક સરકારના ઇ-ગવર્નન્સ વિભાગે એના શિષ્યાવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ સોલ્યુશન રુપી માટે સક્ષમ બનાવવા અને એનો અમલ કરવા જોડાણ કર્યું છે. કર્ણાટક સરકારના શિષ્યાવૃત્તિ પ્રોજેક્ટ માટે ઇ-રુપી સોલ્યુશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પાવર્ડ છે.

ઇ-રુપીનો ઉપયોગ કર્ણાટક સરકાર દ્વારા કોલેજ/સંસ્થાને ડિજિટલ ચુકવણી કરીને શિષ્યાવૃત્તિની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફીની લીક-પ્રફૂ ચુકવણી સુનિશ્ચિત કરવા થશે. કર્ણાટક સરકારને ઇ-વાઉચર્સ મળશે, જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓના મોબાઇલ પર આપવામાં આવશે. વાઉચર કોડ ફીચર ફોન પર પણ મળી શકશે. વિદ્યાર્થીઓ ફીની ચુકવણીના ઉદ્દેશ માટે ઓળખ કરાયેલી કોલેજો/સંસ્થાઓમાં ઇ-રુપી રીડિમ કરી શકશે.

ઇ-રુપી રીડિમ કરવા ઓળખ કરાયેલી સંસ્થાઓ ક્યુઆર કોડને સ્કેન કરશે અથવા એપ્લિકેશન કે પીઓએસ મશીનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત એસએમએસ સ્ટ્રિંગનો ઉપયોગ કરશે. આ પ્રક્રિયામાં શિષ્યાવૃત્તિનો લાભ લેવા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ ફિઝિકલ ટોકન ડિલિવરી કરવાની જરૂર નહીં રહે.

કર્ણાટક સરકારના પર્સનલ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ (ડીપીએઆર) (ઇ-ગવર્નન્સ) વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ચાવલાએ કહ્યું હતું કે, “ઇ-રુપી ઉપયોગ કરવા સરકારો માટે અતિ પાવરફૂલ ટૂલ છે, કારણ કે આ સલામતી અને સુરક્ષા સાથે લક્ષિત લાભાર્થીને બેનિફિટની સીધા હસ્તાંતરણની સુવિધા આપે છે. આ સુનિશ્ચિત કરે છે કે, લાભાર્થીને યોજનાની માર્ગદર્શિકા મુજબ લાભ મળશે. આ પહેલ અંતર્ગત દરેક નાણાકીય વ્યવહારનું મેપિંગ લાભાર્થી અને સંસ્થા સાથે થાય છે, જે સુનિશ્ચિત કરે છે કે ઇ-વાઉચરને કોલેજ દ્વારા રીડિમ કરી શકાશે, જ્યાં વિદ્યાર્થી ભરતી થાય છે.”

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિટેલ એન્ડ ડિજિટલ બેંકિંગના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીએ કહ્યું હતું કે, “ઇ-રુપી (યુપીઆઈ પ્રીપેઇડ વાઉચર)નો શુભારંભ ફર્સ્ટ યુઝ કેસ તરીકે કોવિડ-19 રસીકરણ માટે ભારતના આદરણીય પ્રધાનમંત્રીએ 02/08/2021ના રોજ કર્યો હતો.

પોતાની સુરક્ષિત અને કેશલેસ ખાસિયતો સાથે સરળ વપરાશને કારણે સરકારે ડીબીટી, શિષ્યાવૃત્તિઓ, કેરોસીન ઓઇલના વિતરણ, અનાજના સબસિડાઇઝ વિતરણ, દાન, ગ્રોસરી જેવા અન્ય યુઝ કેસમાં ઇ-રુપીનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો છે. અન્ય યુઝ કેસના અમલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અગ્રણી બેંક પૈકીની એક છે, જે કર્ણાટક સરકારને વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે શિષ્યાવૃત્તિનું વિતરણ કરવા માટે સંપૂર્ણ સોલ્યુશન પ્રદાન કરે છે.”

એનપીસીઆઈના પ્રોડક્ટ્સ ચીફ શ્રી કુનાલ કલવાટિયાએ કહ્યું હતું કે, “અમને કર્ણાટક સરકારને સરળ શિષ્યાવૃત્તિ સાથે વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા અમારું ઇ-રુપી સોલ્યુશન ઓફર કરવાની ખુશી છે. એનપીસીઆઈમાં અમે સતત પથપ્રદર્શક ડિજિટલ ઉત્પાદનો

અને સેવાઓ વિકસાવીને ભારતની ટેકનોલોજીકલ અને ડિજિટલ ક્ષમતાનો ઉપયોગ કરવા સતત કાર્યરત છીએ. અમે માનીએ છીએ કે ઇ-રુપી યોજનાઓની સુવિધાજનક અને ભ્રષ્ટાચારમુક્ત ડિલિવરી સુનિશ્ચિત કરવાની દિશામાં એક પરિવર્તનકારક પહેલ છે. જ્યારે વિદ્યાર્થીઓને વાઉચર મળશે, ત્યારે તેઓ કોલેજો/સંસ્થાઓને ફીની ચુકવણી માટે તેને રીડિમ કરી શકે છે.”

કર્ણાટક સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્લેટફોર્મ પર રાજ્ય સરકારના 35 વિભાગોની આશરે 176 યોજનાઓને બોર્ડ પર લીધી છે. શિષ્યાવૃત્તિ યોજના ઉપરાંત અન્ય મુખ્ય યોજનાઓને બોર્ડ પર લેવામાં આવી છે, જેમાં લઘુતમ ટેકાના ભાવની યોજના, પીએમ-કિસાન સ્ટેટ સ્કીમ,

સીએમ-રીલિફ ફંડ, હાઉસિંગ યોજનાઓ અને મિલ્ક ઇન્સેન્ટિવ સ્કીમ સામેલ છે. આ પ્રાયોગિક પ્રોજેક્ટના સફળ અમલ પછી રાજ્ય સરકાર બિયારણના વિતરણ, ખાતરના વિતરણ, સૂક્ષ્મ સિંચાઈ યોજના, વિદ્યાર્થીઓને લેપ્ટોપ ઇશ્યૂ કરવા અને કૌશલ્ય તાલીમ યોજના જેવી અન્ય યોજનાઓમાં ઇ-રુપી વાઉચરનો ઉપયોગ કરવા ચકાસી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.