Western Times News

Gujarati News

ઇન્ડસઇન્ડ બેંકે લોંચ કરી ‘ગ્રીન’ ફિક્સ્ડ ડિપોઝિટ, વ્યાજના દર શ્રેષ્ઠ

·         ડિપોઝિટની રકમનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યાંકો પર કેન્દ્રિત વિવિધ પ્રોજેક્ટ/કંપનીઓને ધિરાણ કરવા માટે થશે

·         રિટેલ અને કોર્પોરેટ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ

મુંબઈ, ઇન્ડસઇન્ડ બેંકે ‘ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જેમાં થાપણદારોની થાપણનો ઉપયોગ પ્રોજેક્ટને ધિરાણ આપવા અને સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)ને ટેકો આપવા કંપનીનો ટેકો આપવા માટે થશે. ઇન્ડસઇન્ડ બેંક દુનિયાની થોડી બેંકોમાં સામેલ છે, જેણે આ પ્રકારની ડિપોઝિટ પ્રસ્તુત કરી છે, જેથી એસડીજીને નિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ પ્રોડક્ટમાં સામેલ કરી શકાશે.

આ ડિપોઝિટ રિટેલ અને કોર્પોરેટ એમ બંને પ્રકારના ગ્રાહકોને ઓફર થશે. બેંક આ ડિપોઝિટમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ એસડીજી કેટેગરી અંતર્ગત આવતા વિવિધ ક્ષેત્રોને ધિરાણ કરવા કરશે, જેમાં ઊર્જાદક્ષતા, પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન પરિવહન, પર્યાવરણને અનુકૂળ ખાદ્ય પદાર્થો, કૃષિ, વન, કચરાનું વ્યવસ્થાપન અને ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો સામેલ છે.

આ પ્રસંગે ઇન્ડસઇન્ડ બેંકના સીએસઆર અને સસ્ટેઇનેબલ બેકિંગના હેડ સુશ્રી રુપા સતિશે કહ્યું હતું કે, “ઇન્ડસઇન્ડ બેંકમાં સસ્ટેઇનેબ્લ બેંકિંગ હંમેશા મહત્વપૂર્ણ ક્ષેત્ર રહ્યું છે. અમે કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટમાં ‘બેન્ડ A’સીક્યોર કરનાર ભારતની એકમાત્ર બેંક છીએ અને અમે છેલ્લાં 5 વર્ષથી વધારે ગાળામાં અમારી લીડરશિપ ક્ષમતા જાળવી રાખી છે.

હવે અમે ગ્રીન ડિપોઝિટ પ્રસ્તુત કરીને ખુશ છીએ, જે અમારા ગ્રાહકોને સ્વચ્છ અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા પ્રદાન કરવાની તક આપશે. અમને આ તકનો લાભ લેવા કોર્પોરેટ અને રિટેલ એમ બંને પ્રકારના ડિપોઝિટર્સને પ્રોત્સાહન આપવાની ખુશી છે. ગ્રીન ડિપોઝિટ પર વ્યાજ લાભદાયક રહેશે,

જેમાં વરિષ્ઠ નાગરિકોને 50 બેસિસ પોઇન્ટનો વધારાનો લાભ મળશે. આ રીતે આ નિયમિત બેંક ડિપોઝિટ જેવી છે. પણ આ ઉપરાંત ડિપોઝિટર્સને ‘ગ્રીન સર્ટિફિકેટ’ તેમજ ‘એશ્યોરન્સ’ સર્ટિફિકેટ ઇશ્યૂ થશે, જે નાણાકીય વર્ષને અંતે ડિપોઝિટની રકમના ઉપયોગની પુષ્ટિ કરશે.”

‘ગ્રીન ડિપોઝિટ’ની પ્રસ્તુતિ ઇન્ડસઇન્ડ બેંકની એના તમામ હિતધારકો માટે મૂલ્યનું સર્જન કરવાની વિસ્તૃત કટિબદ્ધતાનો ભાગ છે અને દેશની સતત આર્થિક વૃદ્ધિને આગળ વધારવાનું જાળવી રાખશે.

To know more about Green Fixed Deposits, please click on the following link: https://www.indusind.com/in/en/personal/deposits/green-fixed-deposits.html


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.