આ ટ્રાવેલ પ્લેટફોર્મ IPO મારફતે રૂ. 2,100 કરોડ સુધીનું ફંડ ઊભું કરવાની યોજના બનાવી
TBO TEKએ રૂ. 2,100 કરોડનું ફંડ ઊભું કરવા IPO લાવવા DRHP ફાઇલ કર્યું
અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ વિતરણ પ્લેટફોર્મ TBO TEK ભારતમાં ફૂલ સર્વિસ એરલાઇન્સની બીજી સૌથી મોટી વિક્રેતા છે (સ્તોત્રઃ PGA લેબ્સ રિપોર્ટ, IATA). કંપનીએ 100+ દેશો અને 56 ચલણોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અસરકારક કામગીરી કરી દેખાડી છે. પ્લેટફોર્મ 11 ભાષાઓમાં કાર્યરત છે.
TBO TEK લિમિટેડ (TBO TEK કે TBO)એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) મારફતે રૂ. 2,100 કરોડ સુધીનું ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે, જેમાં રૂ. 900 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1) તથા પ્રમોટર વિક્રેતા શેરધારક અને રોકાણકાર વિક્રેતા શેરધારકો દ્વારા રૂ. 1,200 કરોડની વેચાણ માટેની ઓફર (ઓએફએસ) સામેલ છે. પ્રમોટર્સમાં અંકુશ નિજ્ઝાવન, ગૌરવ ભટનાગર, લેપ ટ્રાવેલ પ્રાઇવેટ લિમિટેડ અને મનિષ ઢિંગરા સામેલ છે.
TBO TEKએ હોટેલ્સ, એરલાઇન્સ, કાર રેન્ટલ્સ, ટ્રાન્સફર્સ, ક્રૂઝ, વીમો, રેલવે અને અન્ય જેવા સપ્લાયર્સ (સંયુક્તપણે, “સપ્લાયર્સ”)તથા ટ્રાવેલ એજન્સીઓ અને સ્વતંત્ર ટ્રાવેલ સલાહકારો જેવા રિટેલ ગ્રાહકો સહિત ગ્રાહકો (“રિટેલ ગ્રાહકો”) માટે ટ્રાવેલનો વ્યવસાય સરળ કર્યો છે. એના એન્ટરપ્રાઇઝ ગ્રાહકોમાં ટૂર ઓપરેટર્સ, ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓ, ઓનલાઇન ટ્રાવેલ કંપનીઓ,
સુપર-એપ્સ અને લૉયલ્ટી એપ્સ (“એન્ટરપ્રાઇઝ ગ્રાહકો”, રિટેલ ગ્રાહકો સાથે સંયુક્તપણે “ગ્રાહકો”) સામેલ છે. TBOનું ટૂ-સાઇડેડ ટેકનોલોજી પ્લેટફોર્મ સપ્લાયર્સ અને ગ્રાહકોને એકબીજા સાથે સરળતાપૂર્વક વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે. આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને પ્રવાસન બજારના હાર્દ તરીકે કામ કરે છે, જે વર્ષ 2019માં 9.2 ટ્રિલિયન અમેરિકન ડોલરનું હતું, જેમાં કુલ પુરવઠો અને માગ સામેલ છે તથા સપ્લાયર્સને ગ્રાહક સાથે અને ગ્રાહકને સપ્લાયર્સ સાથે જોડે છે.
TBO TEK એસેટ લાઇટ બિઝનેસ મોડલ ધરાવે છે, જે મજબૂત કાર્યકારી ક્ષમતાનો ઉપયોગ કરે છે અને ઝડપી ટેકનોલોજી પ્લેટફોર્મ ધરાવે છે. આ ડેટાનો કોર્પોરેટ કરન્સી તરીકે ઉપયોગ કરે છે. પ્લેટફોર્મે પાર્ટનર્સ માટે મૂલ્ય સુવિધાઓ વધારવા એકબીજા સાથે જોડાયેલા ફ્લાયવ્હિલ્સ સાથે અસરકારક નેટવર્ક ઊભું કર્યું છે. TBOની અનુભવી લીડરશિપ ટીમ અને એના સમર્પિત સ્થાપકો બહોળો અનુભવ અને કુશળતા ધરાવે છે. ઉત્કૃષ્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અનુભવની મૂડી ધરાવે છે.
TBO TEKએ આઇપીઓમાંથી પ્રાપ્ત થનાર ફંડમાંથી રૂ. 570 કરોડનો ઉપયોગ નવા ગ્રાહકો અને સપ્લાયર્સને ઉમેરીને એના પ્લેટફોર્મની વૃદ્ધિ માટે અને એને મજબૂત કરવા માટે કરવાની યોજના બનાવી છે. રૂ. 90 કરોડના ફંડનો ઉપયોગ ઇનઓર્ગેનિક વૃદ્ધિ માટે વ્યૂહાત્મક એક્વિઝિશન અને રોકાણ માટે થશે. બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે થશે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છેઃ એક્સિસ કેપિટલ, ક્રેડિટ સૂસ્સી, જેફરીઝ અને જેએમ ફાઇનાન્શિયલ.