અમદાવાદ જિલ્લામાં ૨૮ ડિસેમ્બરના રોજ ૪ હજારથી વધુ લોકોને રસી અપાઈ
અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૮ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જિલ્લામાં કુલ ૪૩૩૨ નાગરિકોને રસી આપવામાં આવી હતી.
જેમાં ૩૮૯ નાગરિકોને પ્રથમ ડોઝ, જ્યારે ૩૯૪૩ નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ ૮૫ સેશનમાં આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદ જિલ્લાના ૪૬૫ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થઈ ચૂક્યું છે.