મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થામાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ વિષય પર સુરતમાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ

ગાંધીનગર, ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, તેના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે. રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે.
એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે આયોજિત વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં સંબોધન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી,૨૦૨૨ દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના ભાગરૂપે પ્રિ-વાયબ્રન્ટ સમિટના વિવિધ તબક્કાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષટાઈલ ઉદ્યોગ માનવીની શ્ઈં૩૯;રોટી, કપડા અને મકાનની મૂળભૂત ત્રણ જરૂરિયાતોમાંથી એક જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ગુજરાતમાં ટેક્ષટાઈલ સહિતના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ છે. ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઇવ ‘હ્લ’ ની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઉદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે.
નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો. દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશનું કુલ ૩૭ ટકા સૂતરનું ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્ષટાઇલ ઊદ્યોગનું કેપિટલ છે.
ભારતમાં વણાયેલા ફેબ્રિકસમાં ગુજરાતનો હિસ્સો ૩૭ ટકા છે, મેનમેડ ફાઈબર અને મેનમેઇડ ફાઈબર ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યનું યુવાધન આઈ.ટી.આઈ.માં ટેક્ષ્ટાઇલનો અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એ હેતુથી રાજ્યની ૨૫ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ટેક્ષટાઇલને અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
મુખ્યમંત્રીએ માત્ર મોટા ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિકાસ માટે નક્કર આયોજન કર્યું હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ફાર્મ ટુ ફેશનની સંપૂર્ણ વેલ્યુ ચેઈન સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગમાં ઉપલબ્ધ છે, જેના થકી વૈશ્વિક ફલક પર સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ વિકાસના સીમાચિહ્નો સર કરશે, તેનો માતબર લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાનો છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના આર્ત્મનિભર ભારતના સ્વપ્નને સાકારકરીને આર્ત્મનિભર ગુજરાત બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડીયાની સાથે ભારત વિશ્વમાં આગળવધી રહ્યું છે. ટેક્ષટાઈલ, ગારમેન્ટ, સિલ્ક, જેમ્સ એન્ડ જવેલરી જેવા ક્ષેત્રોમાં સુરત શહેર તેજગતિએ વિકાસના સિમાચિહ્નો સર કર્યા છે.HS