Western Times News

Gujarati News

શહેરના ૧ લાખ ૧૦ હજાર યુવાનો કોરોનાના સકંજામાં આવ્યા

૧૮થી ૪૪ વયજૂથને વેક્સીન આપવામાં વિલંબ થતા કેસની સંખ્યા વધી હોવાનું તારણઃ ૬૦ કે તેથી વધુ વયમાં માત્ર ૪૨ હજાર કેસ નોંધાયા હોવાનો દાવો

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. કોરોનાની બીજી લહેર સમાપ્ત થયા બાદ લગભગ આઠ મહિના થઈ કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરકારને પણ કેટલાક કડક પગલાં લેવાની ફરજ પડી શકે છે. જ્યારે કેન્દ્ર સરકારે જાન્યુઆરી-૨૦૨૨થી હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરો અને સીનીયર સીટીઝનોને વેક્સીનનો ત્રીજાે ડોઝ આપવા જાહેરાત કરી છે.

કોરોનાની બીજી લહેર બાદ એક બાબત સર્વવિદિત થઈ છે કે જે વ્યક્તિએ વેક્સીનના બંને ડોઝ લીધા છે તેમને નવા વેરીએન્ટની અસર ઓછી થી છે. જ્યારે વેક્સીન ન લીધી હોય તેવી વ્યક્તિ ઝડપથી કોરોનાના સકંજામાં આવી જાય છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન પણ આવી જ પરિસ્થિતિ જાેવા મળી હતી. તથા સમયસર વેક્સીન ન મળવાના કારણે ૧૮થી ૪૪ વયજૂથના એક લાખ કરતા વધુ યુવાનો કોરોનાના સકંજામાં આવી ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ હતી. બીજી લહેરની શરૂઆત થી તે સાથે જ વેક્સીનેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી-૨૦૨૧માં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર તેમજ ૬૦કે તેથી વધુ વયના નાગરીકોને કોરોના રસી આપવામાં આવી સાથે-સાથે કો-મોર્બિડ દર્દીઓને પણ રસી આપવામાં આવતી હતી.

ત્યારબાદ ૪૫થી ૬૦ વયજૂથને વેક્સીનેશનમાં આવરી લેવામાં આવી હતી. પરંતુ ૧૮થી ૪૪ વયના યુવાનોને વેક્સીન માટે ત્રણ મહિના રાહ જાેવી પડી હતી. ૧૮થી ૪૪ વયજૂથ માટે ૧લી મે-૨૦૨૧થી વેક્સીનેશનની શરૂઆત થી હતી. તેમાં પણ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અને દૈનીક ૩૨ હજાર ફ્લોટના કારણે યુવાનોને સમયસર વેક્સીન મળી નહતી. જેના કારણે જ કોરોનાના કુલ કેસ પૈકી લગભગ ૪૮ ટકા કેસ ૧૮થી ૪૪ વયજૂથ બહાર આવ્યા હતા.

જૂન-૨૦૨૧ના અંત સુધી કોરોનાના અંદાજે ૨ લાખ ૩૧ હજાર કેસ નોંધાયા હતા. જે પૈકી ૧૮થી ૪૪ વયજૂથમાં કોરોના કેસની સંખ્યા ૧,૧૦,૫૨૯ હતી. યુવાનોને સમયસર વેક્સીન ન મળવાના કારણે કોરોનાની અસર ઝડપથી થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

તેવી જ રીતે ૪૫થી ૬૦ની વયજૂથમાં ૬૧૨૨૬ કેસ કન્ફર્મ થયા છે. જ્યારે ૬૦ કે તેથી વધુ વયના સીનીયર સીટીઝનોને શરૂઆતના તબક્કે જ વેક્સીન આપવામાં આવી હોવાથી કોરોના કેસની સંખ્યા માત્ર ૪૨૩૬૧ રહી હતી. જ્યારે શૂન્યથી ૧૭ વર્ષના ૧૭ હજાર બાળકો પણ કોરોનાના સકંજામાં આવી ગયા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.