Western Times News

Gujarati News

જૂહી ચાવલાની ૫-જીની અરજી પર હાઇકોર્ટ સુનાવણી કરશે

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે ફાઈવ-જી વાયરલેસ નેટવર્ક ટેકનોલોજી વિરુદ્ધ અભિનેત્રી જૂહી ચાવલાની અરજી પર સુનાવણી માટે ૨૫મી જાન્યુઆરી નક્કી કરી છે. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે આ મામલા પર તાત્કાલિક સુનાવણીની કોઈ આવશ્યકતા નથી. અહીંયા નોંધવું રહ્યું કે, દિલ્હી હાઇકોર્ટની બેન્ચે જૂનમાં ૫-જી સર્વિસ વિરુદ્ધની જૂહી ચાવલાની અરજી ફગાવી દીધી હતી.

જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે કહ્યું કે ‘આ પહેલા સુનાવણી માટે અનેક કેસ લિસ્ટેડ છે અને આ અરજી એ ચુકાદાથી સંબંધિત છે, એ ચુકાદો છ મહિના પહેલા આપવામાં આવ્યો હતો. બેન્ચે કહ્યું કે, આ આદેશ જૂનમાં આપવામાં આવ્યો હતો.

તમે હવે છ મહિના પછી અપીલ કરી રહ્યા છો.’ જૂહી ચાવલાના વકીલ સલમાન ખુર્શીદે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ મામલો છે. કોર્ટે જલદી સુનાવણી કરવી જાેઈએ. અહીંયા નોંધવું રહ્યું કે, જૂનમાં કોર્ટે જૂહી ચાવલા અને અન્ય બે લોકો દ્વારા ફાઈવ-જી સર્વિસ વિરુદ્ધની અરજીને દોષપૂર્ણ ગણાવી હતી અને કાયદાની પ્રક્રિયાનો દુરપયોગ ગણાવ્યો હતો. આ સાથે એ વખતે કોર્ટે કહ્યું હતું કે, જૂહી ચાવલા તરફથી આ અરજી પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.